Abtak Media Google News

૩૧ માર્ચ અને રજી એપ્રીલના રોજ ફોર્મનું વિતરણ કરાશે

 

Advertisement

રાજકોટ એસ.ટી. ડિવીઝનમા એક પછી એક નવી ભરતીઓ આવી રહી છે થોડા મહિના પૂર્વે જ રાજકોટ એસ.ટી. ડિવીઝનમાં ડ્રાઇવર કંડકટર તેમજ કલાર્કની ભરતી કરવામાં આવી હતી. ત્યારે આગામી દિવસોમાં રાજકોટ સહીત રાજયના એસ.ટી. વિભાગમાં ૨૦૦૦ જેટલા એપ્રેન્ટીસ ભરતી કરવામાં આવશે જેમાં રાજકોટમાં ૧૮૦ એપ્રન્ટીસની ભરતી થવાની છે. ત્યારે આગામી ૩૧ માર્ચ અને ર એપ્રિલોના ફોર્મનું વિતરણ રાજકોટ એસ.ટી. ડીવીઝન ગોંડલ રોડ ખાતે વર્કશોપમાં કરવામાં આવશે.આ તકે રાજકોટ એસ.ટી. ડીવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે રાજયના એસ.ટી. વિભાગમાં ડીઝલ મીકેનીકનલ, ઇલેકટ્રીશ્યન વેલ્ડર, ડેટા એન્ટ્રી ઓપરેટરની ખાલી પડેલી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેના માટે આઇ.ટી. આઇ અને ગ્રેજયુએટ ઉમેદવારો ફોર્મ ભરી શકશે રાજકોટના ગોંડલ રોડ પર આવેલા એસ.ટી. વર્કશોપ ખાતે આગામી તારીખ ૩૧ માર્ચ અને ર એપ્રીલના રોજ ફોર્મ વિતરણ કરવામાં આવશે. અને ૮મી એપ્રિલ ઉમેદવારોનું ઇન્ટરવ્યુ પણ વર્કશોપ ખાતે લેવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.