Abtak Media Google News

એનિમલ એક્સચેંજ પ્રોગ્રામ અન્વયે મુંબઈ અને પંજાબને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે મહારાષ્ટ્રના મુંબઈને સિંહની બે જોડી તથા પંજાબને સિંહની એક જોડી આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.દેશના વિવિધ રાજ્યોના વન્ય પ્રાણી અને પક્ષી સંપદાથી અન્ય રાજ્યના નાગરિકો અને પ્રવાસીઓ પરિચિત થાય તેવા હેતુથી આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે.

મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી મુંબઈના વીર માતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનને બે નર અને બે માદા સિંહ આપવામાં આવશે. મુંબઈનું આ ઉદ્યાન તેની સામે જુનાગઢ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ઝીબ્રાની બે જોડી, કોકટેઈલ ગ્રે ની બે જોડી, કોકટેઈલ વ્હાઈટની એક જોડી, નાઈટ એરોન ની ચાર જોડી તથા એક માદા હોર્નબિલ જેવા વન્યપ્રાણીઓ આપશે.

એ જ પરિપાટીએ રાજકોટના જિયોલોજિકલ પાર્ક તરફથી પંજાબના છતબીર ખાતે આવેલા એમ.સી જિયોલોજિકલ પાર્કને સિંહની એક જોડી એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે અપાશે. પંજાબનો આ જિયોલોજિકલ પાર્ક તેની સામે રાજકોટના જિયોલોજિકલ પાર્ક અને એક હિમાલયન રીંછ, જંગલ કેટની એક જોડી, હમદ્રયાસ બબુન એક જોડી, રોઝ રીંગ પેરાકીટ ત્રણ જોડી, કોમ્બ ડક બે જોડી, ઝીબ્રા ફ્રિન્ચ, એલેઝાન્ડ્રીન પેરાકીટની બે જોડી અને પેઇન્ટેડ સ્ટ્રોક જેવા વન્ય પ્રાણીઓ એક્સચેન્જમાં આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.