Abtak Media Google News

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલીશન હાથ ધરાયું

રાજુલામાં અગાઉ થયેલ જાહેરાત અને જાહેર નોટીસ માં બતાવ્યા મુજબ મેગા. ડીમોલેશન ના નામે નાના ધંધાથીઓના લારીઓ અને કેબીનો હટાવવામાં આવી જોકે દબાણ ગમે તેનું હોય નાના ધંધાર્થીનું હોય કે ,મોટા ઉદ્યોગપતિનું હોય તે ગેરકાયદેસર હોય તો તેને હટાવવું ખૂબ જ જરૂરી હોય છે. અને આવું કાર્ય કરનારને દરેકને બિરદાવા પણ જોઈએ બસ સ્ટેન્ડ પાસે થયેલ દબાણ ,યાર્ડ પાસે થયેલ દબાણ તેમજ મેઈન બજારમાં થયેલ દબાણ તેમજ મેઈન બજારમાં બહાર કાઢેલ ઓટલાઓ પગથિયાઓ તોડી પાડવામાં આવેલ હતા. તેમજ રાજુલાની ખાવ ગલી સુમસામ થઈ ગયેલ હતી .જેમાં મોટાભાગના લોકો લારીઓ અને મેજિક વાનમાં પોતાની કેબીનો ચલાવતા હતા . ડીમોલેશનની જાહેરાતને કારણે તેઓ  ફરક્યા જ નહોતા. તેમજ હિંડોળાના રોડ અને ડુંગર રોડ પર પણ કેટલાક દબાણો હટાવવામાં આવેલ હતા.

આ ડિમોલેશનમાં રેલ્વે પોલીસ પણ જોડાઈને રેલ્વે વિસ્તારમાં થયેલ દબાણો હટાવવામાં આવેલ હતા જેમાં બસ સ્ટેન્ડ સામે તેમજ જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં વર્ષોથી ઝૂંપડા બનાવીને રહેતા લોકોના ઝુપડા તોડી પાડવામાં આવેલ હતા.

આ ડિમોલેશન કાર્યવાહીમાં સમગ્ર અમરેલી જિલ્લા પોલીસના લગભગ 300 જેટલા પોલીસ કર્મીઓ વિવિધ વિભાગોમાંથી બોલાવવામાં આવેલ હતા. તેઓ એ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

આ ડિમોલેશનમાં એક ને ગોળ અને એક ને ખોળ જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જેમાં  કેટલાક ના નાના પગથિયાંને પણ તોડી પાડવામાં તંત્ર અને સુરાતન ચડેલ જ્યારે કેટલાક દુકાનોના ઓટલા બહાર હોવા છતાં દિન દહાડે વ્હાલા દવલાની નીતિ જોવા મળેલ હતી .જ્યારે મેન બજારમાં શાક માર્કેટથી આગળની બજારમાં તંત્રને કોઈનું દબાણ જ દેખાયેલ ન હોય તેવો ઘાટ થયેલ છે. તેમજ ભેરાઈ રોડ પર વળાંકમાં મસ મોટું દબાણ કરીને વર્ષોથી પડ્યા પાથર્યા રહેતા ઇસમોનું દબાણ પણ તંત્રને દેખાતેલ નહીં આ દબાણના કારણે આ વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. જે હટાવવું ખૂબ જ જરૂરી છે. જેથી તંત્ર દ્વારા આ દબાણ હટાવવામાં આવશે કે કેમ? કે પછી કોઈ રાજકીય  ઇશારે આ દબાણને જતું કરવામાં આવશે કે પછી આખ આડા  કાન કરવામાં આવશે તેવો વેધક સવાલ લોકોમાંથી વહેતો થયેલ છે. જ્યારે હિંડોરણા રોડ પર ની એક હોટલ તેમજ તેની જ બાજુમાં આવેલ એક કોમ્પ્લેક્સની મોટી મોટી સીડીઓ જાહેર રોડ પર કાઢેલ છે તે પણ હટાવવામાં આવશે કે કેમ? તેઓ વેધક સવાલ લોકોમાંથી ઉઠેલ છે.

આ ડિમોલેશન ફક્ત નાના ધંધાથીઓ અને રેકડીવાળાઓને કેબીનો વાળા માટે જ કરવામાં આવ્યું હોય તેવું ચિત્ર ઉ5સ્યું હતું.

આ અંગે વધુ જાણવા મળતી વિગત મુજબ આ તો ફક્ત રોડ પરના અને કોમર્શિયલ દબાણ હટાવવા માટે જ કવાયત છે. તો પછી રેસીડેન્સીયલ અને મસ મોટા દબાણ કરીને બેઠેલા તેમજ જાહેર હેતુના પ્લોટ દબાવીને બેઠેલા લોકોનું દબાણ ક્યારે હટાવવામાં આવશે તેવો વેધક સવાલ લોકોમાંથી ઉઠેલ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.