Abtak Media Google News

યુવાનને માર મારતા ગંભીર ઈજાઓ પહોંચ્યા બાદ ગતરાત્રે દમ તોડયો

રાજુલા તાલુકાના સમઢિયાળા-૧ ગામે ગઈ મધરાતે મમારામારીમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે પ્રથમ મહુવા બાદ ભાવનગર ખાતેની સર.ટી.હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં તેનું ટુંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. આ અંગે હોસ્પટલ પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી માટે જાણ કરતાં પીપાવાવ મરિન પોલીસ સ્ટાફે ભાવનગર આવી મૃતકના મૃતદેહનો કબજો મેળવી પરત રવાના થઈ ગયો હતો. આ મારામારીની ઘટનામાં યુવકનું મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જે અંગે પોલીસે આરોપીઓ વિરુઘ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ હાથધરી છે.

હોસ્પિટલ પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ રાજુલા તાલુકાના સમઢિયાળા-૧ ગામે રહેતા જેન્તીભાઈ કાંતિભાઈ મારૂ (ઉ.વ.૨૫)ને ગઈ મોડીરાત્રીના સુમારે તેના ગામે મારામારીમાં જીવલેણ ઈજા થતા તેને સારવાર અર્થે પ્રથમ મહુવા દવાખાને લઈ ગયા હતા. જયાં તેની હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે ભાવનગર સ્થિત સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતેના ઈમરજન્સી વોર્ડમાં ખસેડાયા હતા. જયાં જેન્તીભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.

જે અંગે હોસ્પિટલ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી જરૂરી કેસ-કાગળો તૈયાર કરી મારામારીનો બનાવ પીપાવાવ મરીન પોલીસ મથકની હદમાં બન્યો હોય તેની જાણ કરી હતી.જેના પગલે આજે બુધવારે પીપાવાવ મરીન પોલીસ સ્ટાફે ભાવનગર આવી પહોંચી મૃતક જેન્તીભાઈના મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી માટે પીપાવાવ જવા રવાના થઈ ગયો હતો. જાણવા મળ્યા મુજબ આ અંગે પીપાવાવ મરીન પોલીસે આરોપીઓ વિરુઘ્ધ હત્યાની કલમ ૩૦૨નો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી લેવાના ચક્રોગતિમાન કરી દીધા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.