Abtak Media Google News

હાલારની ૭ માંથી ૪ વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે છતાં લોકસભામાં રકાસ

જામનગરમાં પૂનમબેન માડમ ૨૩૬૮૦૦ જંગી બહુમતીથી વિજય મેળવી છે. ચાંદી બજારના ચોકમાં રાત્રે વિજય આભાર સભા રાખેલ હતી જેમાં ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા શહેર ના હોદ્દેદારો પૂર્વ પ્રમુખ ધારાસભ્યો તેમજ મેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહીત પાર્ટીના ના નાના મોટા કાર્યકર્તાઓ તથા જંગી સભામાં લોકો જોડાયા હતાImg 20190524 Wa0000જ જે સભામાં મંત્રી આર.સી.ફળદુ તેમજ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મંત્રી વસુબેન ત્રિવેદી સહિતના શહેર જિલ્લા ભાજપ પાર્ટીના હોદ્દેદારો પૂનમબેન માડમ નું હાર પહેરાવી સન્માન કર્યુ હતું. જે સમયે ભારત માતાની જય ઘોષથી ચાંદી બજાર નો ચોક ગૂંજી ઊઠયો હતો.

પુનમબેન માડમની આભાર સભામાં કાર્યકરો ઉમટયા ભવ્ય વિજયોત્સવ

સતત બીજી વખત માડમનો વિજય થતાં કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ

વિધાનસભાની ચુંટણીમાં હાલારની સાત માંથી ૪ બેઠક ૭૬-કાલાવડ, ૭૭-જામનગર ગ્રામ્ય, ૮૦-જામજોધપુર અને ૮૧ ખંભાળીયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.

જયારે ૭૮-જામનગર ઉતર, ૭૮-જામનગર દક્ષિણ અને ૮ર-દ્વારકા વિધાનસા બેઠક ભાજપે મેળવી હતી. બન્ને જીલ્લાની સાતમાંથી ૪ બેઠક કોંગ્રેસને મળતા અને ગ્રામ્ય વિસ્તારમાં પાક વીમો, પાણી તો શહેરી વિસ્તારમાં નોટબંધીની અસર, જીએસટી, મોંધવારી સહીતની સમસ્યાને કારણે લોકસભાની ચુંટણીમાં કોંગીના ઉમેદવારને ફાયદો થશે તેવું ચિત્ર ઉપસ્યું હતું.

2 13

પરંતુ લોકસભાની ચુંટણી સમયે ૭૭-જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગે ધારાસભ્ય વલ્લભભાઇ ધારવીયા ભાજપમાં ભળતાં કોંગ્રેસને ફટકો પડયો હતો. પેટા ચુંટણી પુર્વે હાલારની ૭ માંથી ૪ વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે હોવા છતાં લોકસભા બેઠક પર કોંગ્રેસનો રકાસ થયો હતો.લોકસભાની બેઠકની મત ગણતરીમાં કોંગી ઉમેદવાર રપમાંથી એકપણ રાઉન્ડમાં સરસાઇ તો દુરની વાત એક પણ રાઉન્ડમાં લીડ પણ કાપી શકાય ન હતા.

૨૦૧૪ની જેમ ૨૦૧૯માં પણ મોદીની સુનામીથી કોંગ્રેસની સ્થિતિ દયનીય બની ગઇ હતી. ૨૦૧૪ બાદ ૨૦૧૯માં પણ ભાજપે ગુજરાતની તમામ ર૬ બેઠકો કબજે કરી કોઇપણ પક્ષ તરફથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો પોતાનો જ રેકોર્ડ દોહરાવ્યો હતો. સ્વાભાવીક જ આ માહોલમાં કોંગ્રેસના ઉમેદવારો કાઉન્ટીંગ સેન્ટરે ડોકાયા ન હતા.

જામનગરમાં પણ કોંગ્રેસના ઉમેદવાર પ્રથમની ભાજપના પુનમબેન માડમથી પાછળ ચાલતા હતા જે સરસાઇ ધીમે ધીમે વધતી જતા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા કાઉન્સીંગ પણ ધીમે ધીમે નીકળી ગયા જયારે બપોરે ૧૨.૩૦ વાગ્યે ભાજપના પુનમબેન માડમ કાઉન્ડીંગ સેન્ટર પર આવ્યા હતા અને ત્રણ કલાક જેવું રોકાઇને બધાને મળ્યા હતા.

જામનગરમાં લોકસભા ચુંટણીની મતગણના શરુ થવા સાથે જ હજુ મતદાનના આંકડા પત્રકારો સુધી પહોંચે તે પુર્વે વિવાદ થયો હતો. પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવી ઉભી થયેલી સ્થિતિની ગંભીરતા સમજી તંત્રએ ઝડપથી ઉકેલ શોઘ્યો હતો.1 10

જામનગર લોકસભાની મત ગણતરી વખતે મીડીયા સેન્ટરમાં કોઇ સુવિધા ન હોય, ઇન્ટરનેટ કનેકશન કાઢી નાંખતા ન હોય, ઇન્ટરનેટ કનેકશન કાઢી નાંખતા અને ફોટોગ્રાફરો, વીડીયોગ્રાફરોને કાઉન્સીંગ સેન્ટરમાં ફોટોગ્રાફી કરતા અટકાવતા તમામ
મીડીયા કર્મીઓ મત ગણતરી સેન્ટરની બહાર ધરણા પર બેસી ગયા હતા.જે બાદ આરએસી રાજેન્દ્ર સરવૈયા આવ્યા હતા અને તમામ પ્રશ્નોનો નિરાકરણ કરતા મીડીયા કર્મીઓએ મીડીયા સેન્ટરમાં પુન: પ્રવેશ કર્યો હતો.

ઓખામાં નાગેશ્વર મહાદેવને શિશ ઝુકાવતા માડમ

દેશભરમાં એક માસથી પણ વધારે ચાલેલી લોકસભાની સામાન્ય ચૂંટણીના પરિણામોની ઉત્કંઠાનો અંત આવ્યો છે.

જનતાની પહેલી પસંદ લોક લાડીલા નેતા નરેન્દ્ર મોદી બન્યા છે. અને દેશમાં ફરી એકબાર મોદી સરકાર આવી છે. ૫૪૨ લોકસભાની સીટોની મતગણતરીના અંતે ૩૫૦ આસપાસ સીટો મેળવી ફરી એક બાર નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ પૂર્ણ બહુમતીની ભાજપ સરકારની રચના થશે.જામનગરની સીટ પરથી સાંસદ પૂનમબેન માડમે ફરી એક વખત જળહળતો વિજય મેળવીને કેસરીયો લહેરાવ્યો હતો. ૨૦૧૪માં પોણા બે લાખ મતે જીતેલા આ વખતે સવા બે લાખ મતે જળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો.3 6

ગઈકાલે ઓખા મંડળની મુલાકાતે આવી બાર જયોતીલીંગમાના એક નાગેશ્ર્વર મહાદેવના આર્શીવાદ લઈ પોતાની સાંસદ તરીકેની બીજી ઈનીંગ પ્રારંભ કર્યો હતો. અહી ઓખા મંડળના શીવભકત ધારાસભ્ય પબુભા માણેક, મહાજન પ્રમુખ મનસુખભાઈ બારાઈ વગેરે તેમની સાથે રહ્યા હતા.Img 20190524 Wa0007

આ પ્રસંગે પુનમબેન માડમે સહુ નાગરીકો, કર્મનીષ્ઠ કાર્યકર્તાઓ, સ્નેહીજનોનો આ વિરાટ વિજય અપાવવા બદલ અંત:કરણ પૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.