Abtak Media Google News

રાજકોટની વિવિધ સમસ્યાઓમાં ટ્રાફીક સમસ્યા પણ છે. અહીં કેમેરા, ટ્રાફીક નિયમન સર્કલ સાથે ટ્રાફીક શાખાની વિવિધ વ્યવસ્થા છે ત્યારે રંગીલા રાજકોટની પ્રજા ટ્રાફીક નિયમન બહુ ઓછા પાળે છે. રાજકોટવાસી આખી દુનિયામાં ફરવા જાય પણ ટ્રાફીક નિયમનનું સર્કલ ફરે નહીને હંમેશા રોંગ સાઇડનો શોર્ટ વે જ પકડે છે. ‘અબતક’ ના કેમેરામાં મવડીના આનંદ બંગલા ની તસ્વીર કેદ થઇ છે.

જેમાં આ સમસ્યા જીવંત જોવાય રહી છે. લોકોમાં હજી ટ્રાફીક અવેરનેશ ઓછી જોવા મળે છે ત્યારે નાના મોટા અકસ્માતો સતત જોવા મળી રહ્યા છે. જયારે ભીડ થઇ જાય છે ત્યારે હોર્ન સતત વગાડીને રસ્તો શોધી લેતો રાજકોટવાસી કેમેરામાંથી આવડા દંડ મેમાને કારણે થોડો સાવચેત થઇ ગયો છે પણ લગભગ પોતાનો રસ્તો શોર્ટ કટમાં લઇને પોતાનો રસ્તો શોધી લે છે.

વિદ્યાર્થીને શાળા કોલેજ લેવલે જ ટ્રાફીક અંગેની જાૃગૃતિ લાવવાની તાતી જરુરીયાત છે. મા-બાપે પણ સંતાનોને આ બાબતે જાગૃત કરીને તંત્રને સહયોગ આપવાની જરુર છે. ટુ વ્હીકલ દિન પ્રતિદિન વધતા અમુક રોડ ઉપર તો ફોર વ્હીલ લઇને તમે નિકળી જન શકો કે કંટાળી જાવ છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.