Abtak Media Google News

ચોટીલાથી પરત આવ્યા ત્યારે પણ સ્લીપર કોચમાં દુષ્કર્મ આચરનાર કામાંધ પોલીસ સંકજામાં: રાજકોટથી ચોટીલા જતી અને ત્યાંથી પરત ફરતી બંને બસને ભાણ મેળવવા સીસીટીવી ફૂટેજની લીધી મદદ

શહેરમાં બળાત્કાર અને જાતીય સતામણીના વધેલા બનાવમાં વધુ એક શરમજનક ઘટનાનો ઉમેરો થયો છે. ગઇકાલ બપોરે સિવિલ હોસ્પિટલ પાસેથી 16 વર્ષની તરૂણીનું બાઇક પર અપહરણ કરી ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી સ્લિપર કોચ ખાનગી ટ્રાવેલ્સની બસમાં ધોળા દિવસે બળાત્કાર ગુજાર્યા બાદ ચોટીલાથી પરત આવ્યા ત્યારે પણ તરૂણી પર સ્લિપર કોચમાં બળાત્કાર ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ હતી.

આ અંગેની એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગ્રીનલેન્ડ ચોકડીથી કંઇ બસમાં ક્યા અને કઇ બસમાં પરત આવ્યા તે અંગેની વિગતો મેળવવા સીસીટીવી ફૂટેજની પોલીસે મદદ લીધી છે. 2005માં દિલ્હીની નિર્ભયા પર પણ ચાલુ બસે થયેલા સામૂહિક બળાત્કાર ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. તેવી જ શરમજનક ઘટનામાં સંડોવાયેલા બે સંતાનના પિતાને પોલીસે અટકાયત કરી સઘન તપાસ હાથ ધરી છે.

વિગતો અનુસાર સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારનું કામકાજ કરતા મહિલાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ગઈકાલે બપોરના સમયે સિવિલ હોસ્પિટલે હતી ત્યારે તેની 16 વર્ષની પુત્રી અને તેનો પુત્ર હોસ્પિટલે આવ્યા હતા અને ત્યાંથી સિવિલ નજીક શાકમાર્કેટમાં શાકભાજી લેવા માટે ગયા હતા ત્યારે ત્યાં બાઈક ઉપર ભગવતી નગરનો હનીફ ખાલીદ અરબ (ઉ. વ. 34) ઘસી આવ્યો હતો અને તરુણીને પ્રેમજાળમાં ફસાવી તેનો સિવિલ હોસ્પિટલ નજીકથી બાઈક ઉપર અપહરણ કર્યું હતું અને તે ગ્રીનલેન્ડ ચોકડી લઈ ગયો હતો.

ક્યાં તરુણીને સ્લીપર બસમાં બેસાડી ચોટીલા લઈ ગયો હતો તે દરમિયાન તેને ચાલુ બસે તરુણી સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધ્યો હતો. બાદ ચોટીલા પહોંચતા તેઓ ફરી રાજકોટ પરત આવ્યા હતા ત્યારે પણ નરાધમે તરુણી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો.અને ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચતા તેને તે બાઈક પર બેસાડી સિવિલ હોસ્પિટલ પરત મૂકી ગયો હતો.

જે અંગે બનાવની જાળ તરુણીની માતાને થતા તેને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવની જાણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ.સી જે.જોશીને થતા તેમને તરુણીની માતાની ફરિયાદ પરથી હનીફ સામે ગુનો નોંધી તેને સકંજામાં લીધો હતો અને તેની પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે તે રિક્ષા ડ્રાઇવિંગનું કામ કાજ કરે છે અને તે બે સંતાનનો પિતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.