Abtak Media Google News

ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC)દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૨૦, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૨, અધિક્ષક, નશાબંધી અને આબકારી, વર્ગ-૧ની કુલ ૦૧, મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કુલ ૦૨, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૭; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ની કુલ ૪૭ જગ્યાઓ તથા સેક્શન અધિકારી (જીપીએસસી)ની કુલ ૦૧, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની કુલ ૧૦, રાજ્ય વેરા અધિકારીની કુલ ૦૫, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કુલ ૦૫, આદિજાતિ વિકાસ અધિકારીની કુલ ૦૪, તાલુકા વિકાસ અધિકારીની કુલ ૧૫, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ)ની કુલ ૦૪, અધીક્ષક નશાબંધી અને આબકારી, વર્ગ-૨ની કુલ ૦૧, અન્ન અને નાગરિક પૂરવઠાના મદદનીશ નિયામકની કુલ ૦૫ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ની કુલ ૫૦ જગ્યાઓ એમ સંકલિત કુલ ૯૭ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૦૭/૨૦૧૯ છે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે.

જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે તેઓ પણ અરજી કરી શકે છે. સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (૨૦૦ માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) ૧૩/૧૦/૨૦૧૯ ના રોજ લેવાશે જેનું પરિણામ ડિસેમ્બર ૨૦૧૯માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષા (૧૫૦ માર્ક્સના ૬ પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) ૨૩ ફેબ્રુઆરી, ૮ અને ૧૫ માર્ચના રોજ યોજાશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે. મુખ્ય પરીક્ષાનું પરિણામ જૂન, ૨૦૨૦ માં જાહેર થશે. ઇન્ટરવ્યૂ જૂન-જુલાઈ માં થશે અને આખરી પરિણામ ૧૫ જુલાઈ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવશે.

તદ્ઉપરાંત રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનો, ગ્રેડ-૧) ક્લાસ-૨ ની ૨૩ જગ્યાઓ તથા રહસ્ય સચિવ (અંગ્રેજી સ્ટેનો, ગ્રેડ-૧) ક્લાસ-૨ ની ૨૦ જગ્યાઓ, મેડિકલ ઓફિસર્સની ૧૬૧૯ જગ્યાઓ, બાળ લગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વર્ગ-૨ ની ૪ જગ્યાઓ, બાળ વિકાસ યોજના અધિકારી (મહિલા), વર્ગ-૨ ની ૨ તેમજ સરકારી હોમીઓપેથી કોલેજના પ્રિન્સિપાલ/સુપ્રિન્ટેન્ડેન્ટ, વર્ગ-૧, પ્રોફેસર (હોમીયોપેથી) પ્રેકટીસ ઓફ મેડિસિન અને રેપર્ટરીની એક એક જગ્યાઓ, લેકચરર સિલેક્સન સ્કેલ (પ્રોફેસર), અગદતંત્ર અને વિધિવૈદ્યયક, વર્ગ-૧ તથા વ્યવસ્થાપક, વર્ગ-૧ (સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી)ની એક એક જગ્યાઓ એમ કુલ ૧૭૭૪ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ગુજરાત વહીવટી સેવા માટેની જીપીએસસી ક્લાસ ૧ & ૨ ની જાહેરાત સતત ત્રીજા વર્ષે પ્રસિદ્ધ થઇ છે. અગાવની બે જાહેર એક વર્ષના સમય મર્યાદામાં પૂર્ણ થઇ છે.ગુજરાત જાહેર સેવા આયોગ સૌ ઉમેદવારોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરોઃ https://gpsc.gujarat.gov.in/Documents/pressrelease/PressRelease_2019-7-14_241.pdf

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.