Abtak Media Google News

એસ.ઓ.જી. સ્ટાફે નકલી લાયસન્સ કૌભાંડનો પદાર્ફાશ કરી ૨૦ શખ્સોની ધરપકડ કરી

આર.ટી.ઓ. કચેરીમાં બોગસ લાયસન્સ કૌભાંડનો એસ.ઓ.જી. દ્વારા પકડી પાડવામાં આવેલુ હતું. જે ગુન્હા તપાસમાં જસદણના દહીંસરાના રહીશ રમેશ સાકરિયાનું ખુલતા સંભવિત ધરપકડથી બચવા માટે સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા સેસન્સ કોર્ટે અરજી મંજુર કરી છે. ટુંકમાં વિગત તા.૧૨-૪-૨૦૧૯ના રોજ આર.ટી.ઓ.ની બાજુમાં ઓફિસમાં બોગસ લાયસન્સ બનાવવાની કામગીરી ધમુધમતી હોવાની મળેલી બાતમીના આધારે દરોડો પાડી હેમાંશું હસમુખભાઇ વાળા બોગસ લાયસન્સ બનાવવાની કામગીરી કબ્જે કરવામાં આવેલ જેમા લાવીંગ સટીફિકેટ, ધોરણ ૮ પાસના જુદી જુદી શાળાઓના હતા જે અંગે ખરાઇ કરતા અમુક શાળઓ અસ્તિત્વમાં ન હોય તેમજ બાકીના સટીફીકેટ બોગસ નીકળતા આરોપીની કાયદેસરની અટક કરીને તપાસ આગળ ધપાવતા જુદા જુદા એજન્ટો મારફતે આર.ટી.ઓ. કચેરીમાં આ રીતે મોટાપાયેનું બોગસ લાયસન્સ કઢાવવાનું કૌભાંડ બહાર આવેલુ હતુ જેમાં જુદા જુદા એજન્ટો તેમજ લાયસન્સ કઢાવવાનું કૌભાંડ બહાર આવેલુ હતું જેમાં જુદા જુદા એજન્ટો તેમજ લાયસન્સ કઢાવનારઓને આરોપી બનાવીને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ જેમાં ૨૦ વ્યક્તિઓ વિરૂધ્ધ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ કરેલો છે. તપાસના અંતે જસદણના દહીંસરાના રમેશ સગરામ સાકરિયાનું નામ ખુલતા સંભવિત ધરપકડથી બચાવ આગોતરા જામીન અરજી કરેલી જે અરજી કોર્ટમાં ચાલી જતા બન્ને પક્ષોની દલોલો સાંભળી જેમાં બચાવ પક્ષની દલીલ તથા વિવિધ ચુકાદોઓના આધારે કરવામાં આવેલી રજૂઆતને માન્ય રાખીને આરોપીની આગોતરા જામીન અરજી મંજુર કરેલી છે. આરોપી રમેશભાઇ સાકરિયા વતી ધારાશાસ્ત્રી રાહુલ મકવાણા અને અશ્વિનભાઇ પાડલીયા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.