Abtak Media Google News

આરએફઆઇડીથી પશુઓની ઓળખ કાયમી બની રહેશે

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા રાજકોટ શહેરમાં વસતા પશુપાલકોને પોતાની માલીકીની જગ્યામાં પશુઓ રાખવા માટે તથા રાજકોટ મહાનગરપાલિકાની એનિમલ હોસ્ટેલમાં પશુઓ રાખવા માટે પશુપાલકોને પરમીટ આપવામાં આવે છે. પરમીટ ધારક પશુપાલકોના નિયત રજીસ્ટર કરાવેલ પશુઓના કાયમિ ઓળખ માટે વિઝયુએલ ટેગ ઉપરાંત આરએફઆઇડી લગાવી કાયમી ઓળખ આપવાની થતી હોય, શહેરમાં વસતા પશુપાલકોનાં રજીસ્ટર કરાવેલ પશુઓને વિઝયુઅલ ટેગ+આરએફઆઇડી ટેગીંગ કરી રાજકોટ મહાનગરપાલિકાની ઈ.ડી.પી. શાખા દ્વારા ઇન હાઉસ બનાવવામાં આવેલ સોફટવેરમાં પશુઓની વિગતની એન્ટ્રી કરી પશુપાલકોને પશુઓની વિઝયુઅલ ટેગ તથા આરએફઆઇડીની વિગતવાળી પરમીટ આપવામાં આવશે.આરએફઆઇડીથી પશુઓની ઓળખ કાયમી રહેશે.

Advertisement

પરમીટ ધારક પશુપાલકોનાં એનિમલ હોસ્ટેલનાં પશુઓને એનિમલ હોસ્ટેલ ખાતે તથા પોતાની માલિકીની જગ્યામાં પશુઓ રાખવાની મંજુરી મેળવેલ પરમીટ ધારકોનાં પશુઓને જે-તે જગ્યાએ રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી.નાં કર્મચારી/અધિકારી દ્વારા સંપર્ક સાધી આરએફઆઇડી ટેગીંગ કરી આપવામાં આવશે. મંગળવારથી આરએફઆઇડી ટેગીંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. તથા 2  દિવસમાં 92 પશુઓને આરએફઆઇડી લગાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.