Abtak Media Google News

સામાજિક એકતા અને યુવા કૌશલ્ય ઉજાગર કરવા મુસ્લિમ સીડા પરિવારના બીજા પ્રીમિયર લીગમાં સામાજિક આગેવાનોની બહોળી ઉપસ્થિતિ

જુનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં વસતા સામાજિક રાજકીય અને શૈક્ષણિક રીતે આઝાદીકાળથી આગળ રહેલા મુસ્લિમ સીડા સમાજ દ્વારા સામાજિક એકતા અને યુવા કૌશલ્ય ઉજાગર કરવા માટે સીડા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું બે વર્ષથી આયોજન કરવામાં આવે છે.

Advertisement

ગયા વર્ષે કેશોદમાં થયેલા સફળ આયોજન બાદ આ વર્ષે જુનાગઢના ઐતિહાસિક સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડમાં સીડા પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં આઠ ટીમો વચ્ચે ક્રિકેટ જંગ ખેલાયો હતો.

સીડા પ્રીમિયર લીગ સીઝન-2 2023 લીગ મેચમાં કુલ 8 ટીમોમાં ટક્કર થઈ હતી. જેમાં વસીલા ઇલેવન કેશોદની સામે હાલાર બાદશાહ ઇલેવન ઝીંગણી નો વિજય થયો હતો. રજવી ઇલેવન ગલીયાવાડની સામે મોવાણા ટાઈગર ઇલેવન મોવાણાનો વિજય થયો હતો. સરકાર ઇલેવન-ટીનમસ સામે આઝાદ 11 ગાદોઈની ટીમ વિજેતા થઈ હતી. કેજીકે ઇલેવન વીરપુર સામે રોયલ ટાઇગર-11 જુનાગઢનો વિજય થતા સેમિફાઇનલ એકમાં હાલાર બાદશાહ-11 સામે રોયલ ટાઇગર-11 જુનાગઢનો વિજય થયો હતો તથા સેમી ફાઇનલ બીજા રાઉન્ડમાં આઝાદ-11 ગાદોઇ સામે મોવાણા ટાઇગર-11નો વિજય થયો હતો.

Screenshot 6 2

જ્યારે ફાઇનલમાં મોવાણા ટાઇગર ઇલેવન અને રોયલ ટાઇગર જૂનાગઢ-11 વચ્ચે રસાકસીભર્યો ફાઇનલ મેચ રમાયો હતો. જેમાં ટાઇગર-11 જૂનાગઢનો ભવ્ય વિજય થયો હતો.

આ ટુર્નામેન્ટના ફાઇનલ મેચના પરિણામ બાદ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સામાજિક રાજકીય આગેવાનો અને તમામ ટીમોના ખેલાડીઓની વિશાળ ઉ5સ્થિતિમાં ચેમ્પિયનશિપની ટ્રોફી કૃષ્ણ સ્કુલ અને પ્રયાગ વિદ્યાસંકુલ જુનાગઢના કેળવણીકાર રમેશભાઇ વઘાસિયાના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જ્યારે રનર્સ અપ ટ્રોફી સીડા સમાજના પ્રમુખ હાજી સુલેમાનભાઇ સીડાના હસ્તે આપવામાં આવી હતી.

આ જ રીતે મેન ઓફ ધ સીરીઝની ટ્રોફી કોર્પોરેટર રાજુભાઇ સાંધના હસ્તે વસીમભાઈ સીડાને એનાયત કરવામાં આવી હતી. જ્યારે બેસ્ટ બેટ્સમેન તરીકે જુનેદ સીડાને અલ્તાફભાઈ સીડાએ તેમજ બેસ્ટ બોલર તરીકે મહંમદ સુફીયાન મોવાણાને સીડા સમાજના મંત્રી અમીનભાઈ સીડાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

કોમેન્ટેટર તરીકે મેજર અશોકભાઈએ સેવા આપી હતી.

તેમજ અમ્પાયર તરીકે નફીસ બાબી, મોહસીન બાપુ તથા રઈસખાને સેવા આપી હતી. આ ટુર્નામેન્ટમાં વીરપરના સરપંચ યાકુબભાઈ સીડા, ગલિયાવાડના હાજી યાકુબભાઈ સીડા, ઈકબાલભાઈ સીડા, ગલિયાવાડના સરપંચ મહમદભાઇ સીડા ઉર્ફે હકુભાઈ તેમજ અલગ-અલગ ક્ષેત્રના અગ્રણીઓએ હાજર રહી સીડા સમાજના આ આયોજનને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. અલ્તાફભાઈ, કેપ્ટન યુનુસભાઇ, રફિકભાઈ, રઈશભાઈ, ફયુમભાઈ, ફિરોજભાઈ સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

હવે પછી સીડા સમાજ શિક્ષણ, રોજગાર અને કારકિર્દી માર્ગદર્શન કેમ્પની તૈયારી

આજના સમયમાં મુસ્લીમ સમાજમાં શિક્ષણનો અભાવ ધ્યાને રાખી સીડા સમાજ તરફથી આવતા સમયની અંદર શિક્ષણમાં જાગૃતિ લાવવા માટે ડ્રોપ આઉટ રેશિયોને સરભર કરવા માટે એન.આઈ.ઓ.એસ. જેવા સેન્ટ્રલ ગવર્મેન્ટના બોર્ડ તરફથી લેવામાં આવતી ડાયરેકટ અભણ લોકો માટે અને વચ્ચેથી ભણતર છોડી દીધેલા લોકો માટે ધો.10 અને 12 ની ડાયરેકટ એક્ઝામ આપવાની વ્યવસ્થા તેમજ વોકેશનલ કોર્ષ દ્વારા તજજ્ઞ કારીગરોને સરકાર માન્ય સર્ટીફીકેટ મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. જેથી સમાજની અંદર શિક્ષણ તથા રોજગાર માટેની જે સમસ્યા છે. તેને સરકારના આવા શૈક્ષણિક અને ટેકનીકલ સર્ટીફીકેટ અપાવી સમાજના યુવાધનને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટેના આ નમ્ર પ્રયાસ માટે જે યુવાનો આ કાર્યમાં જોડાવવા માંગતા હોય તેઓએ 932828 5757 પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.