Abtak Media Google News

ઘરથી ત્રણ કી.મી.ના અંતરે પ્રવેશ આપવાનો નિયમ ટેકનીકલ ખામીના કારણે ભૂલ થઇ હોવાનો બચાવ

ગરીબ વિઘાર્થીઓને રાઇટ ટુ એજયુકેશનના માઘ્યમથી ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવાની મોટી મોટી વાતો થઇ રહી છે. ત્યારે આ મામલાની વરવી વાસ્તવિકતા કંઇક અલગ છે. આરટીઇ હેઠળ ઘરથી રપ કી.મી. દુર વિઘાર્થીને પ્રવેશ અપાતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વિગતો મુજબ અમદાવાદના અસરવામાં રહેતા સંજય રાઠોડ નામના યુવાને પોતાના પુત્રને આરટીઇ હેઠળ ધો.૧ માં પ્રવેશ માટે અરજી કરી હતી પરંતુ તેને રપ કી.મી. દુર હાથિજણ ખાતે પ્રવેશ અપાયો હતો. ઘરની નજીકની ત્રણ શાળાઓ પસંદ કરવામાં આવી હોવા છતાં બાળકોને રપ કી.મી. દુર પ્રવેશ અપાયો હતો. જેથી ઘરી નજીક પ્રવેશ આપવાની રજુઆત ડીઇઓને કરવામાં આવી છે. હાલ તંત્ર જીપીએસથી ઘર અને શાળા વચ્ચેનું અંતર માપવામાં ટેકનીકલ ખામી રહી ગઇ હોવાની વાત આગળ ઘરીબચાવ કરી રહ્યું છે. પરંતુ આ પ્રકારની એક નહીં ૧૦ થી વધુ ફરીયાદો થઇ હોવાનું જાણવા મળે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.