Abtak Media Google News

૩૧ ઓગષ્ટથી સાત દિવસ જિલ્લાકક્ષાએ થશે ફોર્મ ચકાસણી

આરટીઈએકટ હેઠળ ૨૦-૨૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને ધો.૧માં વિનામૂલ્યે પ્રવેશ આપવા ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી તા.૧૯.૮ થી શરૂ થશે તેમ રાજય પ્રા. શિક્ષણ નિયામક ડો. એમ.આઈ. જોશીએ જણાવ્યું હતુ.

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજયુકેશન એકટ ૨૦૦૯ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ મુજબ વિનામૂલ્યે ધો.૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોને ૧ જૂન ૨૦૨૦ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય અને અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ ખુબજ પ્રવેશપાત્ર બને છે. તેમ જણાવ્યું છે.

અનાથક બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક, બાલગૃહના બાળકો, બાળ મજૂર, સ્થળાંતરીત મજૂરના બાળકો, મંદબુધ્ધિ, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો, શારીરીક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા ૨૦૧૬ની કલમ ૩૪ (૧) માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો, એન્ટી રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો, ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસદળના જવાનના બાળકો, જે માતા પિતાને એક માત્ર સંતાનહોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી રાજય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી એસ.ટી.એસ.ટી. જનરલ તથા અન્ય ના બીપીએલ કુટુંબના બાળકો અનુસુચિત જાતી તથા અનૂસુચિત જનજાતી કેટેગરીના બાળકો સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુકત જાતીનાં બાળકો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુકત જાતીનાં બાળકોને પ્રવેમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે બાદમાં જનરલ કેટેગરી, બિન અનામત વર્ગના બાળકો ને પ્રવેશ અપાશે. એકએક સંતાન દિકરી હોય તેવા આંગણવાડી બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂા.૧.૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં રૂા.૧.૫૦,૦૦૦ની આવક મર્યાદા લાગુ પડશે પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે. તેમ જણાવ્યું છે. પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી hpgu httbs:rte. orpgviarat. com વેબસાઈટ પર તા.૧૯ થી તા.૨૯ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે.

આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પૂરાવા કયા અધિકારીના રજૂ કરવાનાં છે. તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામા આવી છે. અરજદાર જરૂરી આધાર પૂરાવા એકઠા કરી ઓનલાઈન અરજીસમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવ્યો છે.

પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જરૂરી ડોકયુમેન્ટસ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા કોવિડ ૧૯ મહામારીનાકારણે રદ કરી છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધારર પૂરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પૂરાવો જાતી, કેટેગરીનો દાખળો તેમજ આવકનો દાખલો લાગુ પડતો હોય ત્યાં વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ કયાંય જમા કરાવવાનું રહેશે નહી તેમ શિક્ષણ વિભાગે જણાવ્યું છે.

ઓનલાઈન ફોર્મ તા.૧૯ થી તા.૨૯ સુધી ભરી શકાશે. જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી તા.૩૧.૮ થી ૭.૯ સુધી કરાશે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા.૧૧.૯ના રોજ જાહેર કરાશે તેમ રાજયનાં પ્રાથમિક શિક્ષણ નિયામક ડો.એમ.આઈ. જોશીએ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.