Abtak Media Google News
  • શેમળા બન્યુ સમાધાનનો સેતુ: પરષોત્તમ રૂપાલાએ બે હાથ જોડી માફી માંગી ક્ષત્રિય સમાજે મોટુ મન રાખી માફી આપી
  • બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગુ છું: પરષોતમ રૂપાલા
  • મારા નિવેદનથી મને રંજ છે, મારા કારણે મારી પાર્ટીએ સાંભળવું પડયું, સંપૂર્ણ ભૂલ મારી છે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર-કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાએ ભૂલ સ્વીકારી

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલાએ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજનો રોષ સાતમા આસમાને આવી ગયો હતો. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની દિર્ઘદ્રષ્ટિના કારણે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. ક્ષમા આપવીએ ક્ષત્રિયોનો ધર્મ અને આભુષણ છે. આ પરંપરાને સમાજે જાળવી રાખી છે. રૂપાલાએ બે હાથ જોડીને એકવાર નહીં બબ્બે વાર માફી માંગી લેતા ક્ષત્રિય સમાજનો વટ પડી ગયો છે.

રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ પરષોત્તમ રૂપાલા સામે ભારે વિરોધ વંટોળ ફાટી નિકળ્યો હતો. રૂપાલાએ માફી માંગી લીધા બાદ પણ વિરોધ શાંત થયાનું નામ ન લેતા ભાજપ હાઇકમાન્ડ દ્વારા ડેમેજ કંટ્રોલની જવાબદારી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સોંપવામાં આવી હતી. તેઓ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહ્યા છે. ગઇકાલે શેમળા સ્થિત જયરાજસિંહના ફાર્મ હાઉસ “ગણેશ ગઢ” ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં રૂપાલાએ પોતાની ભૂલનો વધુ એક વખત સ્વીકાર કર્યો હતો અને બે હાથ જોડીને ક્ષત્રિય સમાજને માફી માંગી હતી.Img 20240329 Wa0435

જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ક્ષમા આપવીએ ક્ષત્રિયોનો ધર્મ છે. રૂપાલાએ માફી માંગી લીધી છે. હવે આ વિષય અહીં પુરો થાય છે. ક્ષત્રિયોએ ભૂતકાળમાં પણ ભૂલો કરનારને માફી આપી છે. જયરાજસિંહની દિર્ઘદ્રષ્ટિના કારણે સમાધાનનો સેતુ સધાયો છે. છેલ્લા ઘણા દિવસથી રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેના વિવાદનો સુખદ અંત આવી ગયો છે.

રાજકોટ લોકસભા નાં ભાજપ નાં ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોતમ રુપાલા એ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણી ને લઈ ને ગુજરાત ભર માં ક્ષત્રીય સમાજ માં રોષ ફેલાયો હતો.ક્ષત્રિય સમાજ નો રોષ તિવ્ર બનતા ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ ની કાર્યવાહી હાથ ધરી ગોંડલ નાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા ને જવાબદારી સોંપાતા જયરાજસિહ નાં ફાર્મહાઉસ ખાતે ક્ષત્રીય સમાજ ની બેઠક નું આયોજન કરાયુ હતુ જેમા ઉપસ્થિત રહી પરષોતમ રુપાલા એ ક્ષત્રીય સમાજ નાં સમુહ સામે માફી માંગી પોતે બોલેલા શબ્દો અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો.બેઠક નાં આયોજક જયરાજસિહ સહિત અન્ય ક્ષત્રીય આગેવાનો એ આ વિવાદ અહી પુરો થાય છે તેવી ઘોષણા કરી હતી.અલબત કરણીસેના સહિત અન્ય ક્ષત્રીય સંગઠનો નાં આગેવાનો બેઠક માં હાજર રહ્યા ના હતા.બીજી બાજુ આ બેઠક અને જયરાજસિહ વિષે સોશ્યલ મીડીયા માં કેટલાક ક્ષત્રીય સંગઠનો અને વ્યક્તિઓ એ વિરોધ વ્યક્ત કર્યો હોય જયરાજસિહ જાડેજાએ તેમના સ્વભાવ મુજબ સોશ્યલ મીડીયા માં નહી પણ સામે આવો તેવો પડકાર પણ ફેકયો હતો.

ગોંડલ નાં સેમળા પાસે આવેલા ફાર્મહાઉસ ખાતે મળેલી બેઠક માં પરષોતમ રુપાલા એ ભાવવાહી બની કહ્યુ કે મારી જીભ થી આવી વાત થઈ તેનો મને રંજ છે.Screenshot 1 6 1

મને પુરો અફસોસ છે.મારી વાત થી મારી પાર્ટી ને પણ દુખ થયુ છે.હું બે હાથ જોડીને ક્ષત્રીય સમાજ ની માફી માંગુ છુ.મારાં સમર્થન માં અનેક આગેવાનોએ નિવેદન આપવા પહેલ કરેલી પણ ભુલ મારી હતી.મે ના કહી મારી ભુલ નો હું એકલો જવાબદાર છુ.તેવું કહ્યુ હતુ.તેમણે કહ્યુ કે મારા સમર્થન માં અહી ઉપસ્થિત ક્ષત્રીય સમાજ અને જયરાજસિહ નો હું અંત કરણ થી આભાર માનુ છું

જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે પરષોતમભાઇ એ કરેલી ભુલ થી મને પણ દુખ લાગ્યુ છે. પરષોતમભાઇ એ ભુલ થયાની થોડી ક્ષણોમા માફી માંગીછે.ક્ષમા આપવી એ ક્ષત્રીય ધર્મ છે.આજની બેઠકનો નિર્ણય મારા એકલાનો નથી.આ સમગ્ર ક્ષત્રીય સમાજ નો છે.પરષોતમ રુપાલાની ભુલ ને હવે ભુલવાની છે. રાષ્ટ્ર ને નરેન્દ્રભાઈ મોદી ની જરુર છે.અને પરષોતમ રુપાલા એ મોદીજી નાં પ્રતિનિધિ છે એ ના ભુલવું જોઈએ. તેમણે ક્ષત્રીય આગેવાન પી.ટી.જાડેજા ને આડે હાથ લઈ કહ્યુ કે પી.ટી.જાડેજાને પણ એક સમયે ક્ષમા માંગવી પડી હતી.સમાજ ને ગુમરાહ કરવાનું બંધ કરે.જયરાજસિંહે કહ્યુ કે  આ આયોજન જેમને સારુ નથી લાગ્યુ.અને સોશિયલ મીડીયા માં મારાં વિષે  જે વાત કરી છે.તેમને મારી ચેલેન્જ છે કે તમે કહો ત્યાં હું આવીશ.મર્દાનગી થી વાત કરો.

આ વિવાદ હવે અહી પુર્ણ થાય છે તેવુ જયરાજસિહે જણાવ્યુ હતુ.

બેઠક માં ઉપસ્થિત સાંસદ કેસરીદેવસિહ ઝાલા,ધારાસભ્ય કિરીટસિંહ રાણા,ભાજપ નાં પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, રાલો સંઘનાં નરેન્દ્રસિંહ જાડેજા,પ્રતિપાલસિંહ ઝાલા સોળવદર,શક્તિસિંહ ભુમી ગૃપ,કનકસિંહ જાડેજા,અલ્પેશભાઈ ઢોલરીયા સહિત નાં વકતાઓ એ પરષોતમ રુપાલા નાં મુદ્દા ને સમાપ્ત કરી ક્ષમા ક્ષત્રીય નું આભુષણ છે તેવુ કહી હકારાત્મક વલણ દાખવવા અપીલ કરી હતી.ગોંડલ ખાતે યોજાયેલી બેઠક માં મોરબી,વાંકાનેર, ટંકારા, પડધરી, લોધીકા, ધોરાજી, ભાયાવદર, જામકંડોરણા સહિત સૌરાષ્ટ્ર ભર નાં ક્ષત્રીય તથા કાઠી સમાજ ઉપસ્થિત રહ્યા હતા.

જયરાજસિહનાં ફાર્મહાઉસ પર રજુઆત કરવા આવેલી મહિલાઓને પોલીસે અટકાવી

સેમળા પાસે નાં  પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા નાં ફાર્મહાઉસ ખાતે રાજકોટ લોકસભા નાં ઉમેદવાર પરષોતમ રુપાલાની ક્ષત્રીય સમાજ અંગે ની વિવાદી ટીપ્પણી ને અનુલક્ષીને યોજાયેલી બેઠક માં આવેદનપત્ર આપવા પંહોચેલા ગીતાબા પરમાર સહીત છ જેટલા મહીલાઓ ને સેમળા નાં પાટીયા પાસે તાલુકા પોલીસે અટકાવી રુરલ ક્રાઇમ બ્રાન્ચ ની ઓફીસે લઈ જઈ બાદ માં પરત રવાના કર્યા હતા.

1711726839556 પી.ટી. જાડેજાને માફી આપેલ છે, સમાજને ગુમરાહ કરવાનું બંધ કરો: જયરાજસિંહ જાડેજા

ક્ષમા આપવી એ ક્ષત્રિય ધર્મ છે, રૂપાલાની ભૂલ હવે ભૂલી જવાની છે: જયરાજસિંહ જાડેજાની ક્ષત્રિય સમાજને હાંકલ

જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે પરષોતમભાઇ એ કરેલી ભુલ થી મને પણ દુખ લાગ્યુ છે. પરષોતમભાઇ એ ભુલ થયાની થોડી ક્ષણોમા માફી માંગીછે.ક્ષમા આપવી એ ક્ષત્રીય ધર્મ છે.આજની બેઠકનો નિર્ણય મારા એકલાનો નથી.આ સમગ્ર ક્ષત્રીય સમાજ નો છે.પરષોતમ રુપાલાની ભુલ ને હવે ભુલવાની છે. રાષ્ટ્ર ને નરેન્દ્રભાઈ મોદી ની જરુર છે.અને પરષોતમ રુપાલા એ મોદીજી નાં પ્રતિનિધિ છે એ ના ભુલવું જોઈએ. તેમણે ક્ષત્રીય આગેવાન પી.ટી.જાડેજા ને આડે હાથ લઈ કહ્યુ કે પી.ટી.જાડેજાને પણ એક સમયે ક્ષમા માંગવી પડી હતી.સમાજ ને ગુમરાહ કરવાનું બંધ કરે.જયરાજસિંહે કહ્યુ કે  આ આયોજન જેમને સારુ નથી લાગ્યુ.અને સોશિયલ મીડીયા માં મારાં વિષે  જે વાત કરી છે.તેમને મારી ચેલેન્જ છે કે તમે કહો ત્યાં હું આવીશ.મર્દાનગી થી વાત કરો.આ વિવાદ હવે અહી પુર્ણ થાય છે તેવુ જયરાજસિહે જણાવ્યુ હતુ.

રૂપાલા પ00 વખત માફી માંગે તો પણ મંજુર નથી, ટિકિટ રદ કરો: કરણી સેના

કરણી સેનાએ લડત ચાલુ હોવાનું કર્યુ એલાન: કાલે સુરેન્દ્રનગરમાં ક્ષત્રીય સંમેલન

રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ કેન્દ્ર સરકારના મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલા સામે ક્ષત્રીય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. માફી માંગી લેવા છતાં રોષ શાંત ન પડતા સમગ્ર પ્રકરણના સુખદ સમાધાન માટે ગોંડલના શેમળા ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ખાતે ક્ષત્રીય સમાજના આગેવાનોની બેઠકમાં જેમાં રૂપાલાએ બે હાથ જોડી માફી માંગી છે છતાં કરણી સેના નમતું તોળવા તૈયાર નથી.  કરણી સેનાના મહિલા આગેવાન પદમીનીબેન વાળાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે રૂપાલા પ00 વખત માફી માંગે તો પણ મંજુર નથી ભાજપ તેઓની ટિકીટ જ રદ કરે. લડત ચાલુ રાખવાની તેઓએ જાહેરાત કરી છે. દરમિયાન આવતીકાલે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રીય સમાજનું સંમેલન મળશે. જેમાં આગળની લડતની રણનીતી નકકી કરવામાં આવશે.

રૂપાલાને માફી આપવા, ન આપવા મામલે ક્ષત્રીય સમાજમાં બે ફાટા પડી ગયા છે. ક્ષત્રીય આગેવાનોમાં પણ મતમતાંતર જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં વિવાદ વધુ વકરે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.