Abtak Media Google News

જન્મે તેટલા જીવે નહીં…. માપસર કેરી હોય તો જ પૂરતું વજન અને સારો ભાવ મળે…

આંબાના બગીચાઓ માં મોર આવે ત્યારે સિચાઈ ,અળશિયા, એરંડા અને છાણીયું ખાતર કેરી માટે ફાયદારૂપ ગણાય: ડોક્ટર કારેથા

ફળોની મહારાણી કેસર કેરી ની સિઝન પૂરી થાય ત્યારથી આવતા વર્ષે કેરી ક્યારે આવશે….. તેની રાહ જોવાય છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢ- ગીર સોમનાથ જિલ્લાના કેસર કેરીના બગીચાઓ ની  “કેરી” ની દેશભરમાં ઉપરાંત વિદેશમાં પણ ખૂબ જ સારી માંગ રહે છે.

Advertisement

બાગાયતદારો માટે કેસર કેરીની માવજત બદલતા જતા પર્યાવરણ અને ભૂગર્ભ જળની કોલેટી ને લઈને મોટો પડકાર રૂપ બની રહિ છે ત્યારે કેસર કેરીના બાગાયતદારોને મહેનત નું સારું વળતર,  “કેસરકેરી”નું ઉત્પાદન સારી રીતે લઈ શકાય તે માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને સતત પણે માર્ગદર્શન અપાતું રહે છે.

આ વરસ ની સિઝન હવે ધીરે-ધીરે શરૂ થવા જઈ રહી છે ડિસેમ્બર- જાન્યુઆરી મહિનામાં કેસર કેરીના બગીચાઓમાં ચોમાસાનું નિંદામણ દૂર કરવા થી શરૂ થતી આંબા ની માવજત માં બાગમાં પાણી માટેના ખામણાં બનાવવા થી લઈ સિંચાઈ અને ખાતર ની માવજત શરૂ કરવામાં આવે છે, ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના ડોક્ટર કારેથા એ “અબતક” સાથેની વાતચીતમાં આંબા ની સિઝન દરમિયાન રાખવામાં આવતી “માવજત” અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

ઉનાળા દરમિયાન અનેક રીતે ફાયદાકારક કેરી માત્ર સ્વાદ સોડમ અને સ્વાદિષ્ટ ફળ તરીકે ઉપયોગમાં લેવાની વસ્તુ નથી કેરીમાં રહેલા પોષક તત્વો શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, સોરઠ પંથકમાં પાકતી કેસર કેરી નું કેરીટીન તત્વ રક્ત શુદ્ધિ, પાચનશક્તિ માં વધારો કરવાથી લઈને અને ફાયદા કરનારું ફળ ગણવામાં આવે છે.સામાન્ય રીતે ઉનાળામાં કેરીની સીઝન આવે છે પરંતુ બાગાયત દારો માટે તેનું જતન આખું વર્ષ કરવાનું રહેછે,

સામાન્ય રીતે ડિસેમ્બરથી કેસર કેરી ના બગીચા ઓ ની માવજત શરૂ થઈ જાય છે પ્રથમ તબક્કામાં બગીચાઓમાં ચોમાસા દરમિયાન ઊગેલું નિંદણ દૂર કરીને પાણી માટે ખામણાં બનાવવામાં આવે છે અને જરૂરી ખાતર નાખવાનું કામ શરૂ થાય છે, છેલ્લા કેટલાક સમયથી આંબાની ખેતી વધુ ખર્ચાળ અને ઓછું વળતર આપનારી બનતી જતી હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે ડોક્ટર કારેથા એ જણાવ્યું હતું કે આંબા ની માવજત સાવચેતી અને ટાઈમિંગ થી કરવામાં આવે તો તેના પરિણામ સારા આવે છે.

મોરથી લઇને પાકની અવસ્થા દરમિયાન પવન અને ક્યારેક માવઠામાં મોર અને ખાખ્ટી વ્યાપક પ્રમાણમાં ખરી જતી હોય છે. મોર અને ખાખટી ખરવાની આ પ્રક્રિયાને બાગાયત દારો મોટી ખોટ ગણે છે પરંતુ હકીકતમાં મોરથી લઇને ખાખટી ખરવાની પ્રક્રિયા ખેડૂતો માટે નુકસાન કરતાં લાભપ્રદવધુ હોવાનું જણાવી ડોક્ટર કારેથા દ્વારા જણાવાયું હતું કે પ્રકૃતિનો નિયમ છે કે જેટલા એટલા સુધરે નહીં. આંબામાં હજારો નહીં પરંતુ લાખો અને કરોડો ની સંખ્યામાં મોર આવે છે જો આ બધાજ મોર ઉંજરી જાય તો આંબો કેરીના વજનથી જ પડી જાય.

વળી આંબાની ડાળ પર મોરના ઝૂમખામાં થી ખાટી બંને ત્યારે બધી ખાટકીઓ જો મોટી થાય તો કેરી ની સાઈઝ ઘટી જાય અને નાની કેરી ના ભાવ ન આવે આંબા ની ક્ષમતા મુજબ જ કેરી નો વિકાસ થાય છે અને બસો થી સવા બસ્સો ગ્રામ ના વજન ની આદર્શ કેસર કેરીનો ભાવ ઊંચો આવે છે, આમ મોર થી લઈને ખાખ્ટી ખરવાથી ખેડૂતોએ ચિંતા ન કરવી કુદરત મોર અને ખાતી ના કરવાની કિંમત કેરી ના સારા ભાવ અપાવીને ચૂકવી દે છે, જાન્યુઆરી મહિનાથી કેરી પાકે ત્યાં સુધી મોર અને ખાખ ટી ખરી જાય તો ખેડૂતોને ચિંતા ન કરવી.

કેસર કેરીના બાગાયત દાર માટે રાખવાની સાવચેતી અંગે ડોક્ટર કારેથા જણાવ્યું હતું કે ડિસેમ્બર જાન્યુઆરીમાં આંબાવાડીયુ સાફ કરી ખામણા બનાવી નિયમિત પિયત આપવું જોઈએ આંબાના મોર આવવાનું શરૂ થાય ત્યારે મધ્યાને પાણી શરૂ કરવું જોઈએ અને આંબાની શક્તિ અને કેરીની ગુણવત્તા સુધારવા માટે અળસિયાનું ઓર્ગેનિક ખાતર એરંડાનું ખોળ અને સૌથી સારું દેશી છાણનું ખાતર હોવાનું જણાવી બાગાયત દારને આંબાવાડિયા ની જાળવણી માં ખાતર અને પિયત માં ટાઈમ નું મહત્વ જાળવવાસૂચન કર્યું છે,

ખાતર અને દવા ના ખર્ચમાં પણ આંબા નું આયુષ્ય કેરી ના ઉત્પાદનની ક્ષમતા નો હિસાબ કરીને ખર્ચ કરવો જોઈએ કરકસર અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવતી આંબાની ખેતી માં ક્યારેય નુકસાન થતું નથી સોરઠ પંથકની કેસર કેરી સ્વાદ સોડમ દેખાવ સાથે સાથે ગુણવત્તામાં પણ ઉત્તમ હોવાનું તેમણે જણાવ્યું હતુ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આંબા માટે ફાયદારૂપ અળસિયાનું દેશી ખાતર અને ઓર્ગેનિક ખાતર નું વેચાણ કરવામાં આવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.