Abtak Media Google News

ધો.૧૦ અને ૧૨ વિશિષ્ટ પદવી મેળવેલ બ્રાહ્મણ દિકરા દીકરીઓને સન્માનીત કરાયા

બ્રહ્મ નારી શક્તિ ગુજરાત પ્રદેશ  દ્વારા વઢવાણ સુરેન્દ્રનગર જોરાવરનગર આયોજિત સરસ્વતી સન્માન ધોરણ ૧૦-૧૨ અને વિશિષ્ટ પદવી મેળવેલ બ્રાહ્મણ દીકરા દીકરી ઓ નો કાર્યક્રમ તારીખ ૧૬/૯/૧૮ના રોજ વઢવાણ બ્રાહ્મણ ની વાડી માં યોજાઈ ગયો કાર્યક્રમની શરૂઆત  પૂજ્ય અનિલપ્રસાદ શાસ્ત્રી જી ના વરદ હસ્તે દીપ પ્રાગટય પરશુરામ દાદા ની આરતી  અને તેમના આશીર્વચન થી થયેલ.

Advertisement

કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને શ્રી યગ્નેશભાઈ દવે  મુખ્ય મહેમાન  જાગૃતિબેન ત્રિવેદી, મનીષભાઈ મેહતા જયેશભાઇ શુક્લ, ભગવતીબેન ત્રિવેદી, બીનાબેન ત્રિવેદી,ચંદ્રકાંતાબેન ત્રિવેદી, હિમાબેન પાઠક, સોનલબેન દવે અતિથિ વિશેષ પી .આઈ કૌશિકભાઈ ત્રિવેદી,મનીષાબેન ભટ્ટ,મિતેષભાઈ ત્રિવેદી,જયમલા બેન ઠાકર,મિલનભાઈ શુક્લ આમંત્રિત મહેમાનો માં અમારી જ બ્રહ્મ નારી ની બહેનો એ આ વખતે લાભ લીધો.

આ પ્રસંગે વઢવાણ સુરેન્દ્રનગર તથા જોરાવરનગર ના બ્રહ્મ અગ્રણીઓ આવેલ અને બધા ને સન્માનતી કરી ને બાળકો ને ઇનામ વિતરણ કરેલ. આ પ્રસંગે ખાસ આમંત્રણ ને માન આપી ને કે.સી.દવે સાહેબ.વિરેન્દ્રભાઈ આચાર્ય , જીતુભાઈ ત્રિવેદી હાજર રહેલ.કુલ ૫૬ વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.