Abtak Media Google News

રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા. ના પ૦મા જન્મોત્સ્વ અંતર્ગત દ્વિતીય દિને ‘પરમ ભક્તિ ઉત્સવ’ ઉજવાયો

અનેક અનેક જીવોને સંસારી ઉગારીને, હજારો જીવોને સત્ય પમાડીને, હજારો જીવોના જીવનનો આધારસ્તંભ બનીને એક મહાન યુગપુરુષ સ્વરૂપે યુગ ઉપકાર કરી રહેલાં સહુના તારણહારા કરુણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૦ જન્મોત્સવ – પરમોત્સવ – મહા માનવતા અવસરનો દ્વિતીય દિવસ “પરમ ભક્તિ ઉત્સવ” સ્વરૂપે ઉજવાયો હતો.

પરમ ગુરુદેવ જેવા મહાન પુરુષને જન્મ આપીને હજારો આત્માઓ પર ઉપકાર કરનારા એવા સંસારપક્ષે રત્નકુક્ષીણી માતા પૂજય  પ્રબોધિકાબાઈ મહાસતીજી એ આ અવસરે યુગો પહેલાંના પ્રભુ મહાવીર અને માતા દેવાંનદાના સમવસરણમાં યેલા મિલનની સ્મૃતિ કરીને અત્યંત હદયસ્પર્શી ભાવોમાં આર્શીવચન ફરમાવતા સહુના હદયમાં સ્નેહભીની સાવેદનાઓનું મોજું ફરી વળ્યું હતું.

છેલ્લા એક વર્ષી  ઉવસગ્ગહરં સ્તોત્રનો નાદ ગજાવીને પરમ ગુરુદેવના ૫૦ જન્મોત્સવના વધામણા સ્વરૂપે ઉજવાય રહેલાં પરમ મંત્રોચ્ચારના દિવ્ય દર્શન કરાવ્યાં બાદ આ અવસરે પરમ ગુરુદેવે અત્યંત મધુર વાણીમાં બોધ વચન ફરમાવતા કહ્યું હતું કે, મંત્રોની ઉર્જા સમગ્ર અસ્તિત્વને ઉર્જાવાન બનાવી દે છે. જેમ જેમ મંત્ર સાધનામાં લીનતા આવે છે એમ એમ મન, પ્રભુના મન સો એક વા લાગે છે.  તન કદાચ અલગ હોઈ શકે પરંતુ મન જ્યારે પ્રભુ સો એક ઈ જાય તો મન જ મોક્ષનું કારણ બની જાય. પ્રભુ જેવી દૃષ્ટિ, પ્રભુ જેવા ભાવ પ્રગટ ાય, પ્રભુમાં ભળી જવું, પ્રભુમાં ગળી જવું, પ્રભુમાં સમાય જવું તે ભક્તિ હોય છે. આવી ભક્તિના ભાવો જ્યારે પ્રગટ ાય છે ત્યારે તે વ્યક્તિ પ્રેમી તૃપ્ત બનતો જાય છે. અને પર્દાી ધીરે ધીરે મુક્ત બનતો જાય છે. ભક્તિની આ જ ફળશ્રુતિ હોય છે. મન જ્યારે પ્રભુનું બની જાય છે ત્યારે સાધના ઉત્કૃષ્ટ બની જતી હોય છે. જ્યારે મારા અને પરમાત્માની વચ્ચે કોઈ ડિફરન્સ ની રહેતો ત્યારે આપણી સાધનાની યાત્રા ર્યા બની જતી હોય છે.

એ સો જ, પરમ ગુરુદેવે પોતાના ૫૦ વર્ષની પૂર્ણતાના આ અવસરે, “આવતાં જન્મે પારણામાં જ કોઈક સંતના મુખેી શબ્દો સાંભળવા મળે કે, હે આત્મન ! તું ચરમ શરીરી આત્મા છે” એવા અંતરના મંગલ ભાવો પ્રગટ કરતાં પરમ ગુરુદેવ પ્રત્યે સહુ નત મસ્તક બની ગયાં હતા.

દર વર્ષે પરમ ગુરુદેવના જન્મોત્સવ અવસરે સમાજના સેવાભાવી – પરોપકારી મહાનુભવોને અર્પણ કરવામાં આવતાં પરમ એવોર્ડની પરંપરાને જાળવી રાખતાં આ જન્મોત્સવ અવસરે પણ સંઘ અને સમાજ પ્રત્યે અનન્ય સેવા બજાવી જીવન ર્સાક કરનારા, એવા આણંદજી કલ્યાણજી ની પેઢીના  કસ્તુરભાઈ લાલભાઈ, ચીંચપોકલી ધર્મસનકના સપક  દામજીભાઈ લક્ષ્મીચંદ શેઠ, એચ. જે. દોશીના  હરિલાલભાઈ જેચંદ દોશી, દશમાળી ભોજનાલયના  પ્રાણલાલભાઈ છગનલાલ ગોડા, પ્રખ્યાત રૂબી મિલસના  મનહરલાલભાઈ ચુનીલાલ શાહ, મુલુંડ સંઘના સંઘમાતા માતુ ધનવંતીબેન વલ્લભજી ગોગરી, અજમેરા બિલડર્સ ના  છોટુભાઈ અજમેરા, રબર ઉધોગના પ્રણેતા  શિવુભાઈ વિશનજીભાઈ લાઠીયા, તેમજ સિંગાપોરના  નગીનભાઈ જયસુખલાલ દોશીને ગૈરવવંતા પરમ એવોર્ડ અર્પણ કરીને એમની સેવા ભાવનાનું બહુમૂલ્ય સન્માન અર્પણ કરવામાં આવતાં હજારો ભાવિકો સેવા ધર્મનું એક પ્રેરણાત્મક દિશાસૂચન પામ્યાં હતાં. આવતીકાલે તા: ૨૭.૯.૨૦ રવિવાર સવારના ૦૮.૦૦ કલાકે વિશિષ્ટ પ્રકારની ધ્યાન સાધના અને ભક્તિની સો પરમ ગુરુદેવના જન્મોત્સવ અવસરે વર્ષમાં માત્ર એક જ વાર કરાવવામાં આવતી મહા પ્રભાવક  ઉવસગ્ગહરં સ્તોત્રની વિશિષ્ટ મંત્રોચ્ચાર સોની  સંકલ્પ સિધ્ધિ મહા જપ સાધના ક્રમબદ્ધ ત્રણ તબક્કામાં કરાવવામાં આવશે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.