Abtak Media Google News

ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે જૈનાચાર્યની શીખ

શરીરની તંદુરસ્તી અને મનની પ્રસન્નતા જીવનમાં બહુ મહત્ત્વની છે. તમારી પાસે સંપતિ કરોડોની હોય પણ અડધુ અંગ લકવા ગ્રસ્ત બન્યું હોય તો તેની કોઈ કિંમત નથી. બીજી બાજુ તંદુરસ્તી સાબુથી નહીં, પણ લાઈફ સ્ટાઈલ બદલવાથી આવે છે. તેમ જણાવી જૂનાગઢના ગિરનારની ગોદમાં ગિરનાર દર્શન યાત્રીક ભવન ખાતે જેનાચાર્ય પદ્મદર્શનવિજયજી મહારાજે શ્રાવકોને શીખ આપી હતી કે, ગમે ત્યારે, ગમે તેવું ખાવાનું બંધ કરો. રાત્રે 10 વાગે મોબાઈલ બંધ કરો, રાત્રે મોડા રખડવાનું બંધ કરો, સવારે વહેલા ઊઠવાનું રાખો.

જો તમારી પાસે આવું સ્તવ આવશે તો શરીરની તંદુરસ્તી ટકાવવા તમને કોઈ અવરોધ રોકી નહીં શકે.જૈનાચાર્ય હેમવલભસુરીજી મહારાજ અને પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં 99 યાત્રા મહોત્સવ ગિરનાર તીર્થની ગોદમાં ગિરનાર દર્શન યાત્રા ભવન ખાતે ચાલી રહ્યો છે. આ દરમિયાન પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે, સંપત્તિના નુકસાન કે સ્વજનોના અપમાનને ઝીલી શકાય. પણ શરીરની સ્વસ્થતા ન હોય તો નવો નેજે પાણી ઉતરે છે.

ડોક્ટર કેન્સરની શક્યતા વ્યક્ત કરતા જ પગ નીચેની ધરતી ખશે છે. ભલે તમારી પાસે કરોડોની સંપત્તિ હોય, રહેવા માટે આકર્ષક બંગલો હોય, પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય અને દીવાલ પર સર્ટિફિકેટ ની હારમાળા લટકતી હોય, પણ શરીરમાં રોગોએ ઘેરો ઘાલ્યો હોય તો એ બધાનું કોઈ મૂલ્ય નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.