Abtak Media Google News

આજી ડેમની સપાટી 18.67 ફૂટે આંબી: સૌની યોજના અંતર્ગત રોજ ઠલવાતા 21 એમસીએફટી નર્મદાના નીર

અબતક, રાજકોટ

રાજકોટવાસીઓએ ઉનાળાના દિવસોમાં પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે શહેરની જીવાદોરી સમાન આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત 700 એમસીએફટી નર્મદાના નીર ઠાલવામાં આવશે. ગત મંગળવારથી આજીમાં સૌનીના નીરનું આગમન થયુ છે. ત્રણ દિવસમાં સૌનીએ આજી ડેમની સપાટીમાં દોઢ ફૂટનો વધારો કર્યો છે. દૈનિક 21 એમસીએફટી નર્મદાના નીર આજી ડેમમાં ઠલવાય રહ્યા છે.ચોમાસાની સિઝન સુધી રાજકોટવાસીઓને નળવાટે નિયમિત 20 મીનીટ પાણી પુરૂ પાડી શકાય તે માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં 700 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરવામાં આવી છે.

જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. ગત 22મીથી ધોળીધજા ડેમ છોડાયેલું પાણી 23મીએ આજી ડેમમાં પહોંચી ગયુ હતું. જ્યારે નર્મદાના નીરમાં આજી ડેમમાં અવતરણ થયુ ત્યારે ડેમની સપાટી 17.22 ફૂટની હતી અને ડેમમાં 305 એમસીએફટી પાણી સંગ્રહિત હતું. છેલ્લા ત્રણ દિવસમાં સૌનીના સહારે આજી ડેમની સપાટીમાં દોઢ ફૂટનો વધારો થયો છે અને ડેમની સપાટી હાલ 18.67 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમમાં હાલ 351.50 એમસીએફટી પાણી સંગ્રહિત છે.

રોજ સૌની યોજના અંતર્ગત 21 એમસીએફટી પાણી આજી ડેમમાં ઠલવાઇ રહ્યુ છે જે પૈકી પાંચ એમસીએફટી પાણી દૈનિક વિતરણ માટે રોજ ઉપાડી લેવામાં આવે છે.તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અંગત રસ લઇ આજી ડેમને સૌનીથી ભરવા માટે યુધ્ધના ધોરણે મચ્છુ-1 ડેમથી ત્રંબા સુધી 31 કિ.મી. વિસ્તારમાં પાઇપલાઇનનું નેટવર્ક બિછાવી દેવામાં આવ્યુ હતુ. જેના મીઠા પરિણામો હાલ રાજકોટવાસીઓ ભોગવી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.