Abtak Media Google News

15 જૂન સુધી કચ્છ તરફથી આવતી તમામ ટ્રેનો રદ કરાઈ : રેલવેએ હેલ્પલાઇન નંબર જારી કર્યો

વાવાઝોડા “બિપોરજોય”ને કારણે પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનો પ્રભાવિત ગુજરાતમાં  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાતી તોફાન “બિપોરજોય”ને કારણે પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનોને અસર થશે. મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનમાં સુરક્ષા માટે સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી , સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

વાવાઝોડું બિપોરજોયના સંભવિત ખતરાને ધ્યાને રાખી રેલવે દ્વારા સાવચેતીના પગલા રૂપે કચ્છ તરફથી આવતી 137 ટ્રેનો અંગે મોટો નિર્ણય લેવાયો છે. રેલવે દ્વારા ૯૦ ટ્રેન રદ કરવાની જાહેરાત કરાઈ છે.તથા 47 ટ્રેનો નવા ટૂંકાવામાં માં આવી છે.. 15મી જૂન સુધી કચ્છ તરફ આવતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણી ટ્રેનને માત્ર રાજકોટ સુધી દોડાવવાની જાહેરાત કરાઈ છે.

8 જિલ્લામાંથી 6827 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

મળતા અહેવાલો મુજબ આજે રાત્રે 12.00 વાગ્યા સુધી કચ્છ આવતી તમામ ટ્રેન રદ કરવાની જાહેરાત કરાઈ છે. નોંધનીય છે કે બિપોરજોયની અસર આવતીકાલથી ઘાતક રીતે વર્તાવાની શરૂ થવાની છે ત્યારે આજ રાત્રે 12 વાગ્યાથી આગામી 15 તારીખ સુધી કચ્છમાં રેલ વ્યવહાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ભાવનગર- ઓખા એકસપ્રેસ ટ્રેન ત્રણ દિવસ માટે રદ્દ કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રની અમુક ટ્રેનો પણ આગામી 14થી 15 જૂન સુધી બંધ કરવામાં આવી છે.

બિપરજોયનું જોર કહેવા પૂરતું ઘટ્યું, ખતરો બરકરાર

ત્યારે રાજકોટથી પસાર થતી 36 ટ્રેનો રદ કરવામાં આવી જેમાં 12 થી  16, મી  સુધી ટ્રેન ઓખા-રાજકોટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ (દૈનિક) રાજકોટ-ઓખા અનરિઝર્વ્ડ સ્પેશિયલ (દૈનિક) 12મી જૂનથી 15મી જૂન  સુધી, વેરાવળ-ઓખા એક્સપ્રેસ 12 જૂનથી 15 જૂન 2023 સુધી, ઓખા-વેરાવળ એક્સપ્રેસ 12 જૂનથી 15 જૂનસુધી,13 જૂન ના  રોજ  ઓખા-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ,

14 જૂને  દિલ્હી સરાઈ રોહિલ્લા-ઓખા સ્પેશિયલ, ભાવનગર ટર્મિનસ – ઓખા એક્સપ્રેસ 12 જૂનથી 14 જૂન  સુધી, ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ 12 જૂનથી 14 જૂન  સુધી, વેરાવળ-રાજકોટ એક્સપ્રેસ 12 જૂનથી 15 જૂન  સુધી, રાજકોટ-વેરાવળ એક્સપ્રેસ 12 જૂનથી 15 જૂન  સુધી, અમદાવાદ-વેરાવળ 12મી જૂનથી 14મી જૂન 2023 સુધી,

સૌરાષ્ટ્ર તરફ આવતી મોટાભાગની બસો રદ

વેરાવળ-અમદાવાદ 12 જૂનથી 15 જૂન  સુધી, અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી 13 જૂનથી 15 જૂન  સુધી,વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી 13 જૂનથી 15 જૂન સુધી, પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ 13 જૂનથી 15 જૂન  સુધી, વેરાવળ-પોરબંદર એક્સપ્રેસ 12 જૂનથી 15 જૂન સુધી, રાજકોટ-વેરાવળ 13 જૂનથી 15 જૂન  સુધી, વેરાવળ-રાજકોટ 12 જૂનથી 15 જૂન  સુધી,14 જૂન ના રોજ ટ વેરાવળ-ઇન્દોર,

13 જૂને  ઇન્દોર-વેરાવળ,14 અને 15 જૂન, ના રોજ  પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ,

કાનાલુસ-પોરબંદર સ્પેશિયલ 12મી જૂનથી 15મી જૂન  સુધી, પોરબંદર – કાનાલુસ સ્પેશિયલ 13મી જૂનથી 15મી જૂન, સુધી, રાજકોટ-પોરબંદર સ્પેશિયલ 12મી જૂનથી 15મી જૂન સુધી, પોરબંદર-રાજકોટ સ્પેશિયલ 13મી જૂનથી 15મી જૂન સુધી, પોરબંદર-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ, પોરબંદર – શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ 14 જૂનથી 15 જૂન  સુધી,શાલીમાર – પોરબંદર સુપરફાસ્ટ એક્સપ્રેસ 16 જૂનથી 17 જૂન સુધી, રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 13 જૂનથી 15 જૂન  સુધી., પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 12મી જૂનથી 15મી જૂન,  સુધી. પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ.

વડોદરા – જામનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી 13 જૂનથી 15 જૂન સુધી જામનગર – વડોદરા સુપરફાસ્ટ ઇન્ટરસિટી 14 જૂનથી 16 જૂન સુધી,13 જૂન 2023 ના પોરબંદર-સિકંદરાબાદ, વેરાવળ – 15મી જૂન, 2023ના રોજ બાંદ્રા ટર્મિનસ

વેરાવળ-જબલપુર 13 જૂન  સુધી રદ કરવામાં આવેલ છે….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.