Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»8 જિલ્લામાંથી 6827 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર
Gujarat News

8 જિલ્લામાંથી 6827 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

By ABTAK MEDIA13/06/20234 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી, તૈયારીઓની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીપોરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ સચિવોની તાકીદની બેઠક યોજતા ભૂપેન્દ્ર પટેલ

14 અને 15 જૂન દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી સામે દરિયાઈ વિસ્તારના આઠ જિલ્લાઓની સજ્જતા અંગે મુખ્યમંત્રીએ વિગતો મેળવી.

સૌરાષ્ટ્ર-કચ્છની 90 ટ્રેનો રદ : 47 ટ્રેનો ટૂંકાવાઈ

જેમાં જણાવાયું હતું કે સૌરાષ્ટ્ર કચ્છમાં એન.ડી.આર.એફ.ની 21 તથા એસ.ડી.આર.એફ.ની 13 ટીમો તૈનાત

માર્ગ અને મકાન વિભાગની 95 ટીમો, ઊર્જા વિભાગની 577 ટીમો સંભવિત આપત્તિમાં માર્ગ પરની આડશો, દુરસ્તીકામ તથા વીજપુરવઠાની વિપરિત અસરો સામે પુનઃસ્થાપન માટે સજ્જ છે દરિયાઈ વિસ્તારના 8 જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારો, દરિયાકિનારાથી 0થી 10 કિલોમીટર સુધીનાં ગામો તથા વૃદ્ધો બાળકોનું જરૂર-જણાયે સલામત સ્થળે સ્થળાંતરની ત્વરિત વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે

સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં સોમવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા.

ALSO READ  શક્તિસિંહ આકરા પાણીએ: પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ તાલુકાના 34 સભ્યો છ વર્ષ માટે સસ્પેન્ડ

દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ,  તીવ્ર ગતિએ પવન ફૂંકાવો તથા વાતાવરણમાં આવેલા બદલાવની સ્થિતિની સમીક્ષા તેમણે ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી.સુરક્ષા અને સલામતીના પગલાના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 6827 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાં 6041 અગરિયા ભાઈબહેનો વસવાટ કરે છે, તેમાંથી 3243 અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર તરફ આવતી મોટાભાગની બસો રદ

હવામાન વિભાગના વર્તારા અનુસાર આગામી ૧૪ અને ૧પ જૂનના દિવસોમાં આ આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની શકયતાઓ દર્શાવાઇ છે. આ સંદર્ભમાં વરસાદને કારણે લોકોને અને પશુઓને કોઇ જાનહાનિ કે મોટું નુકશાન ન થાય તે માટેની પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે.

માર્ગ-મકાન વિભાગે ૯પ ટીમો બનાવીને મંગળવાર બપોર સુધીમાં આ જિલ્લાઓમાં પહોંચાડી દેવાની વ્યવસ્થા કરી છે. એટલું જ નહિ, ઊર્જા વિભાગે પ૭૭ ટીમ સ્ટેન્ડ બાય રાખી છે અને આ આઠ જિલ્લાઓના ૬૯પ૦ ફિડરો પરથી મળતા વીજ પૂરવઠાને અસર ન પહોંચે તેની પણ તકેદારી રાખી છે.

ALSO READ  ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 12 હજારથી પણ વધુ વ્યક્તિઓનું સ્થળાંતર

ભારે વરસાદ કે વાવાઝોડાથી કાચા મકાનો, ઝૂંપડાઓ કે નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાય છે ત્યાં લોકોની સલામતી અને જરૂર જણાયે બચાવ રાહત માટે એનડીઆરએફ તથા એસડીઆરએફ ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

બિપરજોયનું જોર કહેવા પૂરતું ઘટ્યું, ખતરો બરકરાર

તદઅનુસાર, કચ્છ જિલ્લામાં એન.ડી.આર.એફ.ની 3 ટીમ તથા એસ.ડી.આર.એફ.ની 2 પ્લાટુન તહેનાત કરવામાં આવી છે. રાજકોટમાં 3 એન.ડી.આર.એફ.ની ટીમ મોકલવામાં આવી છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકામાં એન.ડી.આર.એફ.-એસ.ડી.આર.એફ.ની 2-2 ટીમો મોકલવામાં આવી છે. મોરબી, પોરબંદર, ગીર-સોમનાથ, જુનાગઢમાં એન.ડી.આર.એફ.-એસ.ડી.આર.એફ.ની 1-1 ટીમો તહેનાત કરવામાં આવી છે. વલસાડમાં એન.ડી.આર.એફ.ની 1 તથા પાટણ અને બનાસકાંઠામાં એસ.ડી.આર.એફ.ની 1-1 ટીમો મોકલાઈ છે. ગાંધીનગરમાં એન.ડી.આર.એફ.ની 1 ટીમ તથા સુરતમાં એસ.ડી.આર.એફ.ની 1 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.

આમ, એન.ડી.આર.એફ.ની 15 ટીમો તહેનાત તથા 6 રિઝર્વ કરી કુલ 21 ટીમો સજ્જ કરવામાં આવી છે. વધુ 5 ટિમો પણ ફાળવવામાં આવી છે. એસ.ડી.આર.એફ.ની 12 તહેનાત અને 1 રિઝર્વ એમ કુલ 13 ટીમો સજ્જ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંભવિત વાવાઝોડાના સંકટ સામે સમગ્ર રાજ્યના અને ખાસ કરીને દરિયાકાંઠાના આઠ જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓ-કર્મચારીઓ પૂરી ક્ષમતાથી સતર્ક છે અને જાન-માલને ઓછામાં ઓછું નુકશાન થાય તેવી પ્રતિબદ્ધતાથી દિવસ-રાત કાર્યરત છે તેની સરાહના કરી હતી.

ALSO READ  શાપર: પ્રેમિકા સાથેના આડા સંબંધની શંકાએ યુવકને મોતને ઘાટ ઉતારનાર પ્રેમી પકડાયો

મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, રાહત કમિશ્નર આલોક પાંડે તથા વિભાગોના વરિષ્ઠ સચિવો આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા.

દરિયાકાંઠાના વિસ્તારોમાં સેટેલાઇટ ફોન, હેમ રેડીયો, જી-સ્વાન નેટવર્ક સજ્જ રાખવા સૂચના

સાવચેતીના પગલારૂપે આ દરિયાઇ વિસ્તારના આઠ જિલ્લામાં કુલ ૧૪૬૯ હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. ભારે વરસાદ કે વાવાઝોડાને પગલે કોમ્યુનિકેશન સિસ્ટમને અસર પડે તો તેને પહોંચી વળવા સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયો ઓપરેટર, જી-સ્વાન નેટવર્કની સેવાઓ પણ તકેદારીના ભાગરૂપે તૈયાર રાખવામાં આવી છે.

521 આરોગ્ય કેન્દ્રો જરૂરી વ્યવસ્થા સાથે સજ્જ

આરોગ્ય વિભાગની સજ્જતા અંગેની સમીક્ષામાં જણાવવામાં આવ્યું કે વિભાગ દ્વારા જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 521 જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં 157 એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ છે.

Bhupendrapatel Buildings CM cyclone featured gujarat NDRF road SDRF
Share. Facebook Twitter WhatsApp
Previous Articleસૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
Next Article બિપરજોયનું જોર કહેવા પૂરતું ઘટ્યું, ખતરો બરકરાર
ABTAK MEDIA
  • Website

Related Posts

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

22/09/2023

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.