Abtak Media Google News

સિનિયર કુલપતિ પ્રો. બી.એલ. શર્મા અને પૂર્વ કુલપતિ પ્રો. અનામિક શાહ ઉ5સ્થિતિ રહ્યા

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની સ્થાપના 1972માં  આર.ડી. આરદેશણાના નેતૃત્વ નીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બિનશૈક્ષણિક કર્મચારીઓ દ્વારા થઈ હતી. સોસાયટીના પ્રમુખ પ્રોફેસર જયદીપસિંહ ડોડિયાની અધ્યક્ષતામાં  મળેલી કારોબારીની બેઠકમાં આ હાઉસિંગ સોસાયટીની સ્થાપના કરવામાં જેમની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહી છે, એવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલસચિવ આર.ડી. આરદેશણા, સ્થાપક ઉપપ્રમુખ વી. એચ. જોષી,  સ્થાપક મંત્રી યુ. એન. પંડ્યા,  ડી. બી. દવે, કે જી. રાઠોડ અને એન. એસ. ઉપાધ્યાયનું ગરિમાપૂર્ણ સન્માન કરવાનું સર્વાનુમત્તે ઠરાવવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ના પાયાના પથ્થર સમાન મહાનુભાવોનો સન્માન સમારોહ સિનિયર કુલપતિ પ્રો. બી. એલ. શર્માના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલસચિવ અને સ્થાપક પ્રમુખ આર.ડી. આરદેશણાના એક વખતના સંઘર્ષના સાથી, સોસાયટીના પ્રથમ ઉપપ્રમુખ એવા  વી. એચ. જોશીએ પોતાના સન્માનના પ્રત્યુતરમાં  જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના બાદ યુનિવર્સિટી કેમ્પસના મકાન બનવા લાગતા યુનિવર્સિટીની વહીવટી ઓફિસ જે શહેરમાં ચાલુ હતી, તે કેમ્પસમાં શિફ્ટ થવાની હતી તે સ્થિતિમાં  આર.ડી. આરદેશણાએ સાથી કર્મચારીઓને શહેરમાંથી ઓફિસે આવવા જવાનું સરળ બને એવા શુભ આશયથી યુનિવર્સિટી કેમ્પસ નજીક સહકારી હાઉસિંગ સોસાયટી બનાવવા અમોને સૂચન કર્યું હતું.

આ ભગીરથકાર્યનો સંપૂર્ણ શ્રેય આપણી સોસાયટીના સ્થાપક પ્રમુખ આર.ડી. આરદેશણા તેમજ તમામ કારોબારીના સભ્યોને (1972) ફાળે જાય છે, કે જેમણે પુરુષાર્થની પરાકાષ્ઠા સર્જી અને આ હાઉસિંગ સોસાયટીનું નિર્માણ અનેકવિધ પડકારો વચ્ચે પણ શક્ય બનાવ્યું. ” અધ્યક્ષીય  ઉદ્દબોધન  કરતા સિનિયર કુલપતિ પ્રો. બી. એલ. શર્માએ જણાવ્યુ હતું કે  વી. એચ. જોષી,  યુ. એન. પંડ્યા, ડી. બી. દવે, કે.જી.રાઠોડ અને એન. એસ. ઉપાધ્યાય દ્વારા પચાસ વર્ષ પહેલાં 1972 માં કરવામાં આવેલી કામગીરી ને આજે વર્ષ 2022 માં બિરદાવી તે બાબત આ હાઉસિંગ સોસયટીના તમામ સભ્યોનો કૃતજ્ઞતાભાવ પ્રતિબિંબિત કરે છે. આ પાંચેય સન્માનિત વિભૂતિઓએ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયમાં પોતાના કાર્યકાળમાં તમામ વર્ગના લોકોને યોગ્ય માર્ગદર્શન  આપી હમેશા શિક્ષણ જગત અને સમાજને ઉપયોગી થવાની પ્રતિબદ્ધતા  બરકરાર રાખી હતી. આવા સાચા અર્થમાં સન્માનને પાત્ર લોકોને આ હાઉસિંગ સોસાયટી પોતાના ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણી પ્રસંગે ફૂલડે વધાવી અને સન્માનિત કરે તે ખરેખર એક ગૌરવપ્રદ ઘટના છે.આભારવિધિ કારોબારી સભ્ય શ્રી જીતેશ એમ. પંડિતે કરી હતી

સોસાયટીના વરિષ્ટ કારોબારી સભ્યો એવા જે. એમ. પંડિત, રમેશભાઈ સભાયા, શ્રીજિત સુકુમાર નાયર,  મૌલિક સિંહ ભટ્ટી, ચાર્ટડ એકાઉન્ટન્ટ ભરતભાઈ વાજા,  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવ્યેશભાઈ કગથરા, અમિતકુમાર કત્યાલ વગેરે  આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ સન્માન સમારોહને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડિયા, મંત્રી સાજીભાઈ મેથ્યુ, સહમંત્રી અજયસિંહ પરમાર, સહમંત્રી રમેશભાઈ સભાયા,  કરોબારી સભ્યો  ઉદ્યોગપતિ શૈલેષભાઈ પટેલ  જીતેશભાઈ એમ. પંડિત, ભરતભાઈ વાજા,મૌલિકસિંહ ભટ્ટી, શ્રીજીત સુકુમાર નાયર,  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી પ્રેરિત કલ્ચરલ ફોરમ ના મેમ્બર્સ ડો. સેજલબેન ભટ્ટ,  રાગિણીબેન  દિનેશભાઈ ભૂવા અને  કાજલબેન  જ્યુલભાઇ ખેરડીયા ,પૂર્વ પ્રમુખ  જે. પી. મેહતા,  પૂર્વ પ્રમુખ  પી. એચ. પરસાનિયા , અગ્રણી નીલેશભાઈ માંડવીયા, દિનેશભાઈ ભૂવા, યોગેશભાઈ જોષી, દિવ્યાંગ રાવલ તેમજ સોસાયટીના તમામ સદસ્યઓએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.