Abtak Media Google News

સાઉથ એશિયા એસોસિએશન ઓફ સાયકોલોજીસ્ટ બાંગલાદેશ, પાકિસ્તાન પંજાબ યુનિવર્સિટીના પ્રોફેસર આફસીન મસુદ અને શિકાગો ઇન્સ્ટીટ્યુટ યુ.એસ.એ.ના રોય મેથ્યુઝ એ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમા રેકોર્ડબ્રેક વર્ક કહીને મનોવિજ્ઞાન ભવનની સરાહના કર

ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયકોલોજીકલ સાયન્સની ચંડીગઢ મુકામે કોન્ફરન્સ યોજાયી હતી.આ કોન્ફરન્સમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનોવિજ્ઞાન ભવન, રાજકોટ, સાઉથ એશિયન એસોશીએશન ઓફ સાયકોલોજીસ્ટ, ઢાકા બાંગલાદેશ અને ઇક્યું ફોર પીસ વર્લ્ડવાઈડ  યુ.એસ.એ.  દ્વારા પાર્ટનરની ભૂમિકા નિભાવેલ હતી.

મનોવિજ્ઞાન ભવન આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું સહયોગી હતું. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ તથા સ્ટાફ આ કોન્ફરન્સમા ભાગ લેવા માટે જોડાયા હતા. મનોવિજ્ઞાન ભવનની ટીમ અને અધ્યક્ષનું કોરોના કાળની માનવીય અભિગમવાળી સેવાના કારણે અભિવાદન કરવામાં આવેલ. મનોવિજ્ઞાન ભવનની ટીમને પ્રોફેસર એચ.એન.ઘોષ  પંજાબ, ડો.વિધુ મોહન  હરિયાણા, પ્રો. એગીના ટ્રામા, પ્રોફેસર નાવેદ ઈકબાલ, પ્રોફેસર રાધે શ્યામ અને સંજીવ સહાનીએ અઢળક અભિનંદન આપતા કહ્યું કે આવા ઉમદા કાર્ય બદલ જેટલું સન્માન કરીએ એટલું ઓછું છે.

ડો. ધારા આર.દોશી અને ડો. યોગેશ એ.જોગસણે તરુણ અને તરુણીઓમાં જોવા મળતી એકલતા અને ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડર વિશે તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. જેમાં તરુણ છોકરાઓમાં છોકરીઓના પ્રમાણમાં એકલતા અને ગેમિંગ ડિસઓર્ડરનું પ્રમાણ વધુ જોવા મળ્યું. જેના કારણો જાણતા માલુમ થયું કે પોતાની લાગણીઓ, આવેગો, જરૂરિયાતો કોઈને કહીએ અને કોઈ સમજશે નહિ એ ભયને કારણે છોકરાઓ સતત બધાની વચ્ચે હોવા છતાં પણ એકલતા અનુભવતા જોવા મળ્યા અને આ એકલતાને દૂર કરવા માટે માનવીની જગ્યાએ મશીનનો સહારો લેતા થયા. ગેમિંગ ડિસઓર્ડરમાં ઘણા તરૂણમાં એ પણ માનસિકતા જોવા મળી કે જ્યાં સુધી તેઓ સતત બે થી ત્રણ કલાક ગેઇમ ન રમે અને જે સ્ટેજ કે ટાર્ગેટ છે એ પૂર્ણ ન કરે ત્યાં સુધી બેચેની અને અકળામણ અનુભવે છે.

ડો. હસમુખ ચાવડા દ્વારા ઙ.ૠ.ના વિદ્યાર્થીઓમા શૈક્ષણિક વાતાવરણ અને મનોશારીરિક મનોભાર પર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેના પરિણામમાં જોવા મળ્યું કે શૈક્ષણિક વાતાવરણને લઈને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓમાં કોઈ તફાવત ન હતો પરંતુ વિદ્યાર્થિનીઓમાં વિદ્યાર્થીઓની તુલનાએ મનોશારીરિક મનોભાર વધુ જોવા મળ્યો હતો. જેનું શક્ય કારણ એ હોઈ શકે કે વિદ્યાર્થીનીઓને ઘરના કાર્યની જવાબદારી, માસિક ધર્મ, સમાજીક ધોરણોના અવરોધો, અન્ય સ્થળે અભ્યાસ જેવા અનેક કારણો હોઈ શકે. સાથે એ જોવા મળ્યું કે જો શૈક્ષણિક વાતાવરણ સારું હોય તો વિદ્યાર્થીઓને મનોશારીરિક મનોભાર ઓછો થાય છે અને જો શૈક્ષણીક વાતાવરણ ખામીયુક્ત હોય તો મનોશારીરિક મનોભાર વધુ થાય છે.

ભવનની વિદ્યાર્થીની ગોંડલીયા હર્ષા  એ યુવાનો, પ્રોઢ અને વૃદ્ધોમાં સ્વાસ્થ્ય સભાનતા અને ખુશાલી અંગે  અભ્યાસ કરેલ. પરિણામ એવું જોવા મળ્યું કે યુવાનો અને વૃદ્ધોની તુલનામાં પ્રોઢ લોકોમાં સ્વાસ્થ્ય સભાનતા અને ખુશાલી વધુ જોવા મળી હતી.વરૂ જીજ્ઞા આર. એ સગર્ભા સ્ત્રીઓમાં જોવા મળતો મનોશારીરિક મનોભાર અને હતાશાનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં જોવા મળ્યું કે જેમ જેમ મનોશારીરિક મનોભારમાં વધારો થાય છે. તેમ તેમ હતાશામાં પણ વધારો જોવા મળે છે. કારણ કે સગર્ભા અવસ્થા પછી તેનાં જીવનમાં ઘણાં બધા ફેરફારો થાય છે અને તે પરિવારના સભ્યો અને બાળકની સંભાળ લેવામાં મુશ્કેલી અનુભવે છે. આમ ઉપરોક્ત ચારેય સંશોધન પેપર સમાજ ઉપયોગી છે અને ખરા અર્થમાં સમાજને મદદરૂપ થઈ શકે એમ છે એવી તજજ્ઞ દ્વારા સરાહના કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.