Abtak Media Google News

દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનથી સંઘ પરદેશ ને મળ્યું ગૌરવ

વિશ્વ ક્ષય નાબૂદી દિવસ નિમિત્તે ટીબી નાબૂદી ની દિશામાં અસરકારક કામગીરી અને પ્રગતિ કરનાર દમણ અને દીવ જિલ્લાને પ્રશસ્તિપત્ર અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું.

દર વર્ષે 24 માર્ચે ટીબી રોગ સામે લોકોને જાગૃત કરવા માટે સમગ્ર દુનિયામાં વિશ્વ ટીબી દિવસ ની ઉજવણી કરવામાં આવે છે, આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા એ “હા અમે ટીબીને નાબૂદ કરી શકીએ છીએ” ના મુદ્રા લેખ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 2025 સુધી ભારતને સંપૂર્ણપણે ટીબી મુક્ત કરવાનો નિર્ધાર કર્યો છે..

દમણ દીવ દાદરા નગર હવેલી ના પ્રશાસક પ્રફુલ પટેલ ના માર્ગદર્શન અને દિશા નિર્દેશ હેઠળ દાદરા અને નગર હવેલી દમણ અને દીવમાં ટીબી વિભાગ દ્વારા અસરકારક કામગીરી થી સમગ્ર વિસ્તારમાંથી ક્ષય રોગીઓની સંખ્યા દિવસે દિવસે ઓછી થઈ રહી છે. આ કામગીરી બદલ કેન્દ્ર સરકાર દ્વારા દાદરા નગર હવેલી ને પ્રસસ્તી પત્ર અને એવોર્ડ આપીને સન્માન કર્યું છે .આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય  દ્વારા 24 માર્ચે વારાણસીમાં આયોજિત વન વર્લ્ડ ટીબી સેમિનારમાં દમણ જિલ્લાને રજત ચંદ્રક અને દીવને સુવર્ણચંદ્રક થી સન્માન કરવામાં આવ્યું હતું સંઘ પ્રદેશને ટીબી મુક્ત બનાવવા ના ઉદ્દેશ સાથે પ્રશાસક પ્રફુલ પટેલ એ ટીબી મુક્ત ભારત અભિયાનમાં પોતાનું વધુમાં વધુ જન ભાગીદારી માટે આવવાન કર્યું છે.

પ્રશાસન દ્વારા ટીબી ના દર્દીઓને દર મહિને રાશન વિતરણ કરવામાં આવે છે. સમગ્ર દેશને ટીબી મુક્ત બનાવવા માટે પ્રશાસન અને ટીબી વિભાગ દ્વારા ઘેર ઘેર જઈને ટીબીના દર્દીઓ ને શોધી શોધીને તેમના ઈલાજ નો અભિયાન માટે પ્રોટીન પાવડર એર બોન્ડ ઇન્ફેક્શન કંટ્રોલ કીટ 2 વિતરણ પરિવારના તમામ સભ્યો નું સતત ચેકિંગ અને દરેક ગામમાં ટીબી અભિયાન સતત ચલાવાય રહ્યું છે. ટીબી નિવારણ ની દિશામાં પરિણામ લક્ષી કામગીરી કરનાર સંઘ પ્રદેશ ના જીવ અને દમણ જિલ્લા ને સુવર્ણ અને રજત ચંદ્રક પ્રાપ્ત કરી સંઘ પ્રદેશે ઇતિહાસ રચ્યો હોવાનું આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ સુરેશચંદ્ર મીનાએ અભિનંદન સાથે ગૌરવની લાગણી વ્યક્ત કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.