Abtak Media Google News

નાના સિમાંત ખેડૂતો માટે સંકલિત ખેત પદ્ધતિ આશિર્વાદરૂપ: ડો.પનવર

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે સંકલિત ખેત પદ્ધતિ ઉપર ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું તા. ૨૭ થી ૨૯ નવેમ્બર ૨૦૧૯ દરમ્યાન આયોજન થયેલ છે. મુખ્ય ઉદેશ ખેતીમાંથી આવક બમણી કરવા માટે નવા પાકો ઉમેરી, ઘનિષ્ઠ પાક પદ્ધતિ અપનાવી, ક્ષેત્રિય પાકોની સાથે બાગાયતી પાકો, પશુપાલન, મરધા ઉછેર, મધ ઉછેર, મત્સ્યઉછેર જેવા ખેતીને સંલગ્ન વ્યવસાયો નો સમાવેશ કરી, બિનઉપજાઉ, પડતર જમીનને નવસાધ્ય કરી ખેડાણ હેઠળ લાવી તેમાં ઘાસચારા તથા અન્ય ફળાઉ  બિન ફળાઉ પાકોનું વાવેતર કરી ઉત્પાદન અને આવક મેળવી શકાય. ઉદધાટન ૨૭ નવેમ્બર ૨૦૧૯ નાં રોજ આ કાર્યશાળાના અધ્યક્ષ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. વી.પી. ચોવટીયાએ કરેલ. તેમણે જણાવેલ કે દિન પ્રતિદિન ખેતી ટૂંકી થતી જાય છે ત્યારે સંકલિત ખેત પદ્ધતિમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી નાના અને સિમાંત ખેડૂતોની આવક વધારી તેમનું જીવન ઘોરણે સુધારવામાં ખુબજ ઉપયોગી થશે. આ પ્રસંગે જૂનાગઢ મહાનગર પાલિકાના મેયરશ્રી, ધીરુભાઈ ગોહેલે તેના વક્તવ્ય માં જણાવ્યું કે સંકલિત ખેત પદ્ધતિ માં જુદા જુદા ખેતીને સંલગ્ન ઘટકોનો સમાવેશ કરવામાં આવતો હોય અને ખાસ કરીને પ્રદુષણ ઘટાડવા માટેના ઉપાયો ઉપર સંશોધન કરવામાં આવે છે. જે ભવિષ્યમાં પ્રદુષણ ઘટાડવામાં ખુબજ મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. કિચન ગાર્ડનીંગ  દ્વારા ગ્રામ્ય અને શહેરી લોકોનો આર્થિક વિકાસ થઇ શકે. કૃષિ યુનિવર્સિટીની સંશોધન, વિસ્તરણ અને શિક્ષણ પ્રવૃત્તિઓને તેમણે બિરદાવા હતી.વધુમાં ભારતીય સંકલિત ખેત પદ્ધતિ સંશોધન સંસ્થા, મોદીપુરમ ના ડાયરેટર ડો.એ.એસ. પનવરે જણાવ્યું કે ખેડૂતોની આવક બમણી કરવા માટે સંકલિત ખેત પદ્ધતિની ખાસ  જરૂરિયાત નું મહત્વ સમજાવતા જણાવ્યું કે સંકલિત ખેત પદ્ધતિ નાના અને સિમાંત ખેડૂતોની આવક બમણી કરવા માટેનું એક અગત્યનું ઘટક ગણાવી સાથે સાથે સંકલિત ખેત પદ્ધતિ દ્વારા આજના વાતાવરણમાં બદલાવ અને ઉષ્મીકરણના સમયે નવા પાકો, પાક પદ્ધતિ, સેન્દ્રીય ખેતી, શૂન્ય બજેટ કૃષિ વગેરે દ્વારા હવા, પાણી અને જમીનનું પ્રદુષણ અટકાવવામાં અગત્યનો ફાળો રહેશે.આ પ્રસંગે ડી.આઈ. રેન્જ , જૂનાગઢનાં  શ્રી મનીદર પ્રતાપ સિંહ પવારે  સંકલિત ખેત પદ્ધતિ નું મહત્વ સમજાવી નાના અને સિમાંત ખેડૂતોની આવક વધતા સમાજમાં  નાના મોટા ગુનાઓ તથા ચોરીનું પ્રમાણ ઘટશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સ્ટેજ ઉપરના મહાનુભાવો ના હસ્તે સંકલીત ખેત પદ્ધતિ ઉપર ૧૨ બુકોનું પબ્લીકેશન કરવામાં આવેલ. જેવી કે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી જૂનાગઢ દ્વારા ભારતીય સંકલિત ખેત પદ્ધતિ સંસ્થાના મોદીપુરમનો વર્ષ ૨૦૧૭  ૧૮ નો વાર્ષિક અહેવાલ અને  સૌરાષ્ટ્ર વિસ્તારના સંકલિત ખેત પદ્ધતિ વિહ્કાલોકન, ખેતીની આવક બમણી કરવામાં અડચણો અને ઉપાયો,   હિસાર હરિયાણા દ્વારા સંકલિત ખેતી નાના અને મધ્યમ ખેડૂતો માટે વરદાન રૂપ,  સંકલિત ખેત પદ્ધતિમાં શાકભાજી દ્વારા ખેડૂતોની આવક વધારવાનું મહત્વ, ઓછા ખર્ચે વધુ આવક મદદરૂપ ખેતીથી,  સંકલિત ખેતી પદ્ધતિ આજની માંગ, કોટા રાજસ્થાન દ્વારા  સુગર બીટ એ  એક પોષ્ટીક ઘાસચારા પાક, પરભણી મહારાષ્ટ્ર દ્વારા    સંકલિત ખેતી પદ્ધતિ ખેડૂતો માટે વરદાનરૂપ, મેમનગર દ્વારા નાના ખેડૂતો માટે સંકલિત ખેતી પદ્ધતિ મોર્ડલ તેમજ તેલુંગાના તરફથી સંકલિત ખેતી પદ્ધતિ દ્વારા ખેડૂતોની આવક બમણી.

આ ત્રણ દિવસની  કાર્યશાળામાં જુદા જુદા રાજ્યમાં ૧૦૦ જેટલા આવેલ સંકલિત ખેત પદ્ધતિ પર પોતાના વિસ્તારમાં સંશોધન તારણો અને ખેત ઉપયોગી ભલામણો કરશે. આ કાર્યક્રમમાં રજીસ્ટારશ્રી, ડો.પી.એમ.ચૌહાણ           ડો.વી.આર. માલમ તેમજ  યુનિવર્સિટી અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાને સફળ બનાવવા વિસ્તરણ શિક્ષણ નિયામક રાજાણી, સેક્રેટરી ડો.બી.કે.સગારકા તેમજ ઓર્ગેનાઈઝ સેક્રેટરી ડો.આર. એમ. સોલંકી તથા  ડો.આર.કે.માથુકીયા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.