Abtak Media Google News

ભાગ્યવંતાબાઇ મહાસતિજીની 30મી પુણ્યતિથિ નિમિતે ભાવાંજલિ

ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક નરેન્દ્રમુનિ મ઼.સા.ના આજ્ઞાનુવર્તિ સાધક બેલડી બા.બ્ર. જય-વિજય પિરવારના કૃપાપાત્ર સુશિષ્યાઓ શ્રુતનિધિ બા.બ્ર. સાધનાબાઈ મહાસતીજી આદી ઠાણા શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘ ખાતે 4 મહિના દર મ્યાન જેમણે પર માત્માની પાવન વાણીનો ધોધ વહાવી સમ્યકજ્ઞાન આપ્યુ હતું. મહાસતીજીઓનો શેઠ ઉપાશ્રયથી સિલ્વર  કલાસીકમાં ચાતુર્માસ પિર વર્તન નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ભાગ્યવંતાબાઈ મહાસતીજીની 30મી પુણ્યતિથી અને માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠની 16મી પુણ્યતિથી નિમિતે ભાવાંજલિ અર્પણ કર વામાં આવી હતી.

આ ચાતુર્માસ પિર વર્તન કાર્યક્રમમાં નવકાર શીના દાતા હિનાબેન બિપીનચંદ્ર શાહ પિરવાર  તથા પ્રફુલ્લાબેન વસંતભાઈ કામદાર  પિરવારે લાભ લીધો હતો તેમજ બંને દાતા પરિવાર નું મુકેશભાઈ શેઠ તથા જીતુભાઈ બેનાણીએ સન્માન કરાયું હતુ. વૈયાવચ્ચ ર ત્ન ચંદ્રકાંતભાઈ શેઠએ વિહાર  શુભેચ્છા પાઠવી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. રાજકોટના ડે.મેયર  ડો.દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહી વિહાર  શુભેચ્છા પાઠવી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. મહાસતીજીઓને વંદન સાથે જ્ઞાન ભક્તિનું આયોજન કરતા રહેવા અનુરોધ કર્યો હતો. જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ, ગરીમા ગ્રુપ, વિજયાબા મહિલા મંડળ, ગોંડલ મંડળ, પ્રતિક્રમણ મંડળ સેવા સમિતિ વિગેરેએ જહેમત ઉઠાવી હતી. આ ચાતુર્માસ પિરવર્તનના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓએ લાભ લીધો હતો. શૈલેષભાઈ માઉંએ વિહાર  શુભેચ્છા પાઠવી હતી.

આ તકે સંઘાણી સંઘના અશોકભાઈ કોઠારી, કિશોર ભાઈ સંઘવી, ચેતનભાઈ સંઘાણી, હરેશભાઈ શાહ, બિપીનભાઈ પારેખ, શૈલેષભાઈ માઉ, નયનાબેન મોદી, પ્રીતીબેન બાવીસી સહીત તથા શેઠ ઉપાશ્રય જૈન સંઘના તમામ સભ્યો અને સીલ્વર  કલાસિકમાં રહેતા તમામ સભ્યો ઉપસ્થિત રહી ભાવવંદના કરી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગાદીપતિ પ્રસ્થાપીત જૈન પ્રોગ્રેસીવ ગ્રુપના પ્રકાશભાઈ આશરા, વિજયભાઈ આશરા, વિજયભાઈ પારેખ, દિનેશભાઈ ટીંબડીયા, નિતીનભાઈ દોશી, હિતેનભાઈ કામદાર , રમેશભાઈ શેઠ વિગેરેએ મહેશ્વરી  માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ ભોજનાલયમાં જરૂરીયાતવાળા પિરવારો માટે ભોજનની વ્યવસ્થા ગોઠવી અનુમોદના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.