Abtak Media Google News

બ્રહ્માકુમારીજી રાજકોટ આયોજીત પાંચ દિવસીય ગીતા જ્ઞાન ઉત્સવનો હજારો ભકતોએ લાભ લીધો: અનેક મહાનુભાવોએ હાજરી આપી અમૃતવાણી સાંભળી

બ્રહ્માકુમારીજી રાજકોટ દ્વારા પાંચ દિવસીય નાનામવા સર્કલ ગ્રાઉન્ડ  ખાતે ગીતા જ્ઞાન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેહીઓએ લાભ લીધો હતો.

Advertisement

રાજયોગિની બ્રહ્માકુમારી ઉષાદીદીએ હજારો લોકોને અમૃતજ્ઞાન વાણી પીરસી હતી.

રાજયોગીની બ્રહ્માકુમારી ઉષાદીદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે રાજકોટમાં ગીતા જ્ઞાનયજ્ઞ યોજવાનો ઉદ્દેશ એ જ છે કે માનવ જીવનમાં ગીતાજ્ઞાન કેવી રીતે જીવનમાં આત્મસાદ કરીએ. આપણા જીવનનો મુખ્ય આધાર ગીતાજ્ઞાન જ હોવો જોઇએ.

વધુમાં હાલની જીવનશૈલીને ઘ્યાનમાં લઇ જણાવ્યું કે હાલમાં લોકો પશ્ર્ચિમી સંસ્કૃતિ તરફ પ્રયાણ કરી રહ્યા છે. પરંતુ આજ પશ્ર્ચિમી દેશો પણ આપણી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. ત્યારે હાલની પરિસ્થિતિ અનુસાર આપણી સંસ્કૃતને આપણે જ જાળવવી જોઇએ.

હાલમાં ભારતની યુવા પેઢી અજ્ઞાન છે કે આપણી સંસ્કૃતિ સંપર્ણ છે. ખાસ તો હાલમાં લોકો સંસ્કૃતિથી દુર છે. તેના માટે જો કોઇ વસ્તુ જવાબદાર હોય તો તે બાળકને મળતો માહોલ છે. હાલ દરેક ક્ષેત્રે પશ્ર્ચિમીી અનુકરણ થઇ રહ્યા છે. ત્યારે માતા-પિતા સહીત તમામ આ બાબત માટે જવાબદાર છે.  વધુમાં અબતકના માઘ્યમથી લોકોને સંદેશો આપતા કહ્યું કે આપણી સંસ્કૃતિને આપણે જાણીએ આપણે સંસ્કૃતિના મુળથી અલગ થઇ ગયા છીએ. તો ફરી પાછા એ સંસ્કૃતિના મુળ તરફ જવું જોઇએ. અને આપણા જીવનને સમૃઘ્ધ બનાવવું જોઇએ. સાધન સુવિધા ખરાબ નથી પરંતુ તેને આધીન ન બનતા સંસ્કૃતિને પણ માન સાથે જાળવી જીવનમાં ઉતારવી જોઇએ.

128

રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગીતા જ્ઞાનએ એટલું પરમ જ્ઞાન છે. કે જે મંગલમય અને માનવ કલ્યાણી જ્ઞાન છે. પરંતુ કંઇ લીલા કઇ રીતે સમજવી તેના માટે પણ દેહધારી માનવ અકલ હોય છે. પરંતુ જયારે વ્યાસપીઠ પર  બીરાજમાન વકતા દ્વારા જ્ઞાન પ્રસ્તુત થાય ત્યારે આપણે ગુઢ જીવનના તત્વો જાણી શકીએ છીએ.

ત્યારે જીવનમાં કઇ રીતે ગીતાજ્ઞાન ઉતરે તે માટે ગીતાજ્ઞાન ઉત્સવ જ એક માર્ગ છે.

Vlcsnap 2019 12 23 09H26M47S141

બી એસ.એલ. એકાઉન્ટ ઓફીસર અશોક હિંડોચાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેવો નિયમિત પણે બ્રહ્મકુમારી સેન્ટરમાં જાય  છે. ત્યારે તેવો ગીતા જ્ઞાન ઉત્સવમાં પણ ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઉષાદીદીને સાંભળીને તેઓને અલગ જ આનંદની અનુભુતી થઇ સવિશેષ કર્મયોગ વિશે સાંભળીને તેઓને અલગ જ પ્રેરણા મળી સાથો સાથ છેલ્લે પ્રાર્થના સાંભળીને પણ વિશેષ આનંદ અનુભવ્યો.

Vlcsnap 2019 12 23 12H39M59S80

ડી.કે. વાડોદરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે બ્રહ્મકુમારી બહેનોદ્વારા સુંદર કાર્યક્રમ ગીતાજ્ઞાન ઉત્સવ યોજાયો. આ કાર્યક્રમ માનવજીવનના ઉત્થાન માટેનો કાર્યક્રમ છે. ગીતાના એક એક અઘ્યાય ઉપર ગહનતાથી વાત થાય અને ખરા અર્થમાં ગીતાજીને જીવનમાં ઉતારવા માટેનું અને સાર્થક કરવા માટેનું સાથો સાથ ગીતાજીનો અર્થ શું છે એ માનવ સમજે તો માનવ ખુબ જ સારી સુખાકારી ભોગવી શકશે. ઉપરાંત શાંતિપૂર્ણ જીવન જીવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.