Abtak Media Google News

અરવલ્લીના શામળાજી પોલીસે મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપી પડ્યો છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ની તૈયારી ચાલી રહી છે ત્યારે અરવલ્લીના શામળાજી પાસેથી મોટી માત્રમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે.

મળતી માહિતી મુજબ શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમ્યાન દારૂનો જથ્થો ઝડપી પડ્યો છે. પોલીસે પિકઅપ ડાલા માથી આ દારૂ પકડ્યો છે. પોલીસે ફુલેવરના થેલાઓની આડ માંથી રૂ. 4.44 લાખના વિદેશી દારૂ અને વાહન સહિત 9.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે મુદ્દામાલ જપ્ત કરી અને ત્રણ શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.