Abtak Media Google News

૭ થી ૧૩ જુન દરમિયાન યોજાશે ભાગવત સપ્તાહ

ઉપલેટા લેઉવા પટેલ સમાજ દ્વારા દર અધિક માસની જેમ આ વર્ષ પણ અધિક માસમાં તા.૭ થી ૧૩ સુધી સાત દિવસ માટે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

લેઉવા પટેલ સમાજ ઉપલેટા દ્વારા ૭ થી ૧૩ જુન સુધી સાત દિવસ માટે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુઁ આયોજન શહિદ અર્જુન રોડ ઉપર આવેલ લેઉવા પટેલ સમાજ ભવનમાં દરરોજ સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી ૬ આયોજન કરવામાં આવેલ છે.

આ દિવ્ય કથા પારાયણના વકતા પદે શોભા વડલા નિવાસી નવયુવાન શાસ્ત્રી સુનિલપ્રસાદ એસ. પંડયા સંગીતની સુરાવલીઓના સંગાથે પોતાની આગવી શૈલીથી મધુર કથામૃતનું રસપાન કરાવશે કથાના પ્રથમ દિવસે તા.૭ ના રોજ શ્રી દ્વારકેશ નિકેતન (મોટી હવેલી) બાવલા ચોકથી વાજતે ગાજતે ભવ્ય પોથી યાત્રા નીકળશે તે કથા સ્થળે પહોચતા ત્થા લેઉવા પટેલ સમાજના ભાઇ-બહેનો અને સત્સંગીઓ પોથીયાત્રાનું સ્વાગત  કરશે.

આ કથામાં તા.૯ શનિવારે સાંજે પ.૩૦ કલાકે વામન પ્રાગટય સાંજે ૬ વાગે નૃસિંહ પ્રાગટય તા.૧૦ને રવિવાર બપોરે ૧૧.૩૦ કલાકે શ્રીરામ પ્રાગટય સાંજે ૫.૩૦ કલાકે શ્રી કૃષ્ણ પ્રાગટય (નંદ મહોત્સવ) તા. ૧૧ ને સોમવારે સાંજે પ કલાકે ગીરીરાજ ઉત્સવ,

તા.૧ર ને મંગળવારે સાંજે પ કલાકે રૂક્ષ્મણી વિવાહ,  તા.૧૩ને મંગળવાર સવારે ૧૦ કલાકે સુદામા ચરિત્ર, સાંજે ૪ કલાકે કથા પુર્ણાહુતિ કરવામાં આવશે. કથા દરમ્યાન દરરોજ રાત્રે નવ વાગ્યે મહીલાઓ માટે સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

તા.૧૩ને બુધવારે કથા વિરામ બાદ ઉપલેટા લેઉવા પટેલ સમાજના ભાઇ-બહેનો માટે મહીલાઓ માટે સાંજે પ કલાકે પુરૂષો માટે ૬.૩૦ કલાકે ડોબરીયા શેરીમાં આવેલ દાસાપંથી વાડીમાં સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.