Abtak Media Google News

એસ.ટી બસો રાત્રે બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી: મોટાભાગની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ એસ.ટી મારફતે આવતી હોય લોકોને વ્યાપક હાડમારી

દિવાળી બાદ કોરોનાએ ફરી ઉથલો મારતા રાજ્યના ચાર મહાનગરો કે જેમાં રાત્રી કફર્યું લાદી દેવામાં આવ્યો છે જેને લઈ જનજીવન પર પણ અનેક અસર પડી છે.અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રીના ૯ થી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યુ લાગુ થતા એસ.ટી બસોને પણ તેનું ગ્રહણ લાગ્યું હોય તેમ મુસાફરો રઝળી પડ્યા છે અને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાને કાબુમાં લાવવા રાત્રી કરફ્યુ લાગુ થતા મુસાફરોને આવન-જાવનમાં મુશ્કેલી પડી રહી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો મોટાભાગની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ એસ.ટી બસો મારફતે આવતી હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રાત્રીના ૯ વાગ્યા બાદ ચારેય મહાનગરોમાં વાહન વ્યવહાર પર સવારે ૬ વાગ્યા સુધી તદ્દન પ્રતિબંધ હોવાથી મુસાફરો રઝળી પડ્યા હોય તેવી સ્થિતિ સર્જવા પામી છે. રાજકોટમાં પણ છેલ્લા ૨ દિવસથી રાત્રી કફર્યુંનો અમલ થઈ રહ્યો છે ત્યારે સુરત, અમદાવાદ અને બરોડા ફ્લાઈટમાં આવેલા મુસાફરોને એસ.ટી બસો બંધ હોવાથી અન્ય શહેરોમાં જવા માટે સવારે ૬ વાગ્યાની રાહ જોવી પડે છે. ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુઓ મોડી રાતે એસ.ટી બસ મારફત આવતી હોય કફર્યુંના લીધે તેમાં પણ લોકો હાલ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં એસ.ટી બસોનો વ્યવહાર રાત્રી દરમિયાન બંધ થતાં જાણે હાફ લોકડાઉન થયું હોય તેવી સ્થિતી સર્જાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.