Abtak Media Google News

સ્પીચ થેરાપી દ્વારા ઝડપથી બાળકોને બોલતાં કેમ કરવા અને મશીનની જાણકારી માટે યોજાયો સેમિનાર

ગુજરાત સરકાર દ્વારા પ્રમાણીત સ્પીચ થેરાપી સેન્ટર સ્માઈલ કેર સ્પીચ એન્ડ હીયરિંગ ક્લીનિક દ્વારા બહેરાશ ધરાવતાં બાળકોના નિદાન કરવામાં આવે છે. જે બાળકો  જેમના કોક્લિયર ઈમપ્લાન્ટઓપરેશન થયેલા છે . તેને મશીનની જાનકાણી કેમ કરવી અને સ્પીચ થેરાપી દ્વારા ઝડપથી બાળકોને બોલતાં કેમ કરવા તેનો મહત્ત્વનો  સેમીનાર યોજાયો હતો.આ સેમિનારમાં 200 જેટલા  બાળકોએ ભાગ લીધો હતો. બાળકોએ પોતાના કોન્ફિડન્સ બતાવતાં સ્ટોરી  ડાન્સ  સિંગિંગ  વગેરે પર્ફોમન્સ આપ્યાં હતાં.

Dsc 2088

આ અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપતા કશ્યપ પંચોળીએ જણાવ્યું હતું કે, સ્માઈલ કેર સ્પીચ એન્ડ હીયરિંગ ક્લીનિક 2009થી કાર્યરત છે.અને સચોટ નિદાન અને નિવારણ સાથે ગુજરાત ભરમાં 500થી ઉપર બાળકોને બોલતા અને સાંભળતા કર્યા છે .આ ક્લીનિકમાં જન્મેલા બાળકોનું પણ કાનનું આધુનિક રીતે નિદાન થાય છે .

આ પ્રસંગે ગાંધીનગર ના કાન – નાક ગળા વિભાગના  સિવિલ સર્જન ડો.નીરજ સૂરી મેડમે દ્વારા 1500 થી વધુ ઓપરેશન કરીને બાળકોને નોર્મલ લાઈફ આપેલ છે .જેમાંથી 300 બાળકો સોરાષ્ટના છે અને સ્માઈલ કેર  ક્લિનિકમા થેરાપી લઈ રહ્યાં છે   છે .ડો.નીરજ સુરી મેડમેં વાલીઓને મુશ્કેલીમાં સમજાવ્યા અને સામનો કરવા ” સ્પીક અબુ ” નામની બુક લખી છે .અને વાલીઓમાં હિંમત નો સંચાર પેદા કર્યા છે .તેમના જણાવ્યા પ્રમાણે ઓપરેશન સચોટ નિદાન બાદ સચોટ ટેકનિક થી કર્યા બાદ સ્પીચ થેરાપી પણ જરૂરી છે.આપણી આજુબાજુ જો આવા કોઈ વ્યક્તિ જોવા મળે જે બોલી કે સાંભળી નથી શકતા તો ચોક્કસથી  સ્માઈલ કેર ક્લિનિકનો સંપર્ક કરવા વિનંતી કરાય  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.