Abtak Media Google News

ટાટા મોટર્સ નેનો માટે વૈકલ્પિક યોજનાઓ પર કામ કરશે મીની એસયુવીને લોંચ કરવાની પણ પૂરજોશ તૈયારી

ટાટામોટર્સનું નાનુ કદ ધરાવતુ રૂ.૧,૦૦,૦૦૦ની કિમંતનું સાહસ એટલે નેનો કાર જે સામાન્ય વર્ગો માટે એક સમયે હોય ફેવરીટ બની ગયું હતુ તો તેની ખરીદી કર્યા બાદ ઘણા લોકોને અફસોસ પણ થયો હતો કારણ કે નેનોમાં અમુક સુવિધાઓ અને ફીચર્સની અછત હતી માટે તેનું વેચાણ બાદમાં ઘટી ગયું હતુ પરંતુ ટાટા મોટર્સ નેનોનાં વેગને વધારવા માટે નવા આયોજનો કરી રહી છે. તેના શેર હોડર્સ પણ એવું ઈચ્છે છે કે નેનો કારને વધુ ફેસેલીટી સાથે ફરી લોન્ચ કરવામાં આવે.

Advertisement

જોકે નેનો કારનું કદ ટ્રાફીક સમસ્યામાં ઘટાડો કરે છે તે ઉલ્લેખનીય છે કે ટાટામોટર્સે સાણંદ પ્લાંટ તેની સાથે રહી કામ કરવા અપીલ કરી હતી પરંતુ સાણંદે નેનોના નાના કદને કારણે સાફ મનાઈ કરી દીધી હતી.

તેની પાછળનું કારણ છે કે સાણંદ પ્લાન્ટ ફકત પેસેન્જર વાહનોનું ઉત્પાદનક ધરાવે છે. જોકે આ કારનાં વેચાણને ફટકો લાગવાનું એક કારણ એ પણ ચે કે નેનો લોકો સુધી કનેકટ થવામાં અસફળ રહી માટે ગ્રાહકોનાં મુદાઓને ડીલરો સાથે મુલાકાત લઈને ચર્ચા કરવાની તથા તેમાં સુધારો વધારા કરવાની જરૂર છે.

સીવી સેગમેન્ટની બીજી તકલીફ હતી કે વેન્ડરોને સપ્લાય કરવામાં મુશ્કેલી થતી હતી કારણ કે તે સમયે માંગ વધી રહી હતી,. ટાટામોટર્સ હવે ફરીથી કમબેક કરવા માટે કોમ્પેકટ એસયુવી લોન્ચ કરવાની યોજના રંજનગાઉ પ્લાન્ટ સાથે મળીને આગળ વધારવા પ્રયત્નો કરી રહી છે. જેનું લોન્ચીંગ દિવાળી પહેલા કરવામાં આવશે. કારણ કે ટાટા પણ સમજી ગયું છે કે હવે બેસી રહેવાથી કશું થવાનું નથી સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા પ્રયત્નો કરવા જ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.