Abtak Media Google News

વિદ્યાર્થીઓએ કયાંય બહાર જવુ  ન પડે તે માટે ઓનલાઇન પ્રવેશની વ્યવસ્થા સંપૂર્ણપણે નિ:શુલ્ક

ચાલુ વર્ષે આવેલી મહામારીના સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી બાબતે દરે યુનિવર્સીટીને નિર્દેશ કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ધોરણ ૧૨ પછીના BCA, Bsc.IT અને B.sc. ના અભ્યાસક્રમો અંતર્ગત ઓનલાઈન પ્રવેશ માટે સિંગલ વિન્ડો એડમિશન અંતર્ગત એડમિશન કરાવવાનું ઠરાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ પછીના કોઈપણ કોર્ષમાં એડમિશન ઘરે બેઠા લઇ શકે અને ફેલાતી જતી મામારી અંતર્ગત ક્યાંય બાર જવું ના પડે એ માટે આ વ્યવસ ગોઠવવામાં આવી છે.

વિદ્યાર્થીઓ માટે ઓનલાઈનની આ પ્રવેશ વ્યવસ સંપૂર્ણ નિ:શુલ્ક છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અંતર્ગત તમામ જીલ્લાઓમાં, તમામ કોલેજોમાં BCA, Bsc.IT અને B.sc.ના એડમિશન માટે સિંગલ વિન્ડો ઓનલાઈન વ્યવસ દાખલ રવામાં આવી છે. જે અંતર્ગત વિર્દ્યાીએ https://suscience.in વેબસાઈટ પર જવાનું રેશે.

વિદ્યાર્થીએ આ વેબસાઈટ પર જઈ પોતાને મનગમતી કોઈપણ કોલેજમાં ઓનલાઈન પોતે પ્રવેશ ફોર્મ નિ:શુલ્ક રીતે ભરી શકે છે અને અકે કોલેજની સંપૂર્ણ માહિતી એ કોલેજનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટીચર્સની માહિતી, સિલેબસની માહિતી, તમામ ફેસીલીટી બધી જ વસ્તુ તેમને આ વેબસાઈટ ઉપરી વિદ્યાર્થીને જાણવા મળશે.

વિદ્યાર્થીએ ક્યાંય બાર જવું ના પડે એટલા માટે આ સિંગલ વિન્ડો પ્લેટફોર્મ અંતર્ગત આ વ્યવસથા ગોઠવવામાં આવી છે અને વિદ્યાર્થીઓને તમામ કોલેજની માહિતી આ સિંગલ ક્લિકે વેબસાઈટ અંતર્ગત જાણવા મળશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સિંગલ વિન્ડો એડમિશન પ્રથાને વાઈસ ચાન્સેલર પ્રો. નીતિનભાઈ પેથાણી, પ્રો. વાઈસ ચાન્સેલર ડો. વિજયભાઈ દેસાણી, સાયન્સ ફેલ્ટીના ડીન ડો. મેુલભાઈ રૂપાણી, અને અધરધેન ડીન ડો. ગીરીશભાઈ ભીમાણીની અધ્યક્ષતામાં ધોરણ ૧૨ પછીના અભ્યાસક્રમો BCA, Bsc.IT અને B.sc. અંતર્ગત પ્રવેશ માટે સિંગલ વિન્ડો ઓનલાઈન એડમિશન વ્યવસ્થા સફળતાપૂર્વ રવામાં આવી છે.

આ વ્યવસથા અંતર્ગત વિદ્યાર્થીઓ Maximum લાભ લે અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ઉત્સાભેર પ્રવેશ મેળવે એવી અપીલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.