Abtak Media Google News

છ માસ સુધીની બાળકીઓને અન્નપ્રાશન કીટ આપવામાં આવી સાથે જ સેવ ધ ગર્લ ચાઈલ્ડ પોલિસીનું વિતરણ કરાયું

સેલવાસ ટાઉન હોલમાં અન્નપ્રાશન યોજનાની શરૂઆત કરવામાં આવી સાથે જ સેવ ધ ગર્લ ચાઈલ્ડ પોલિસીનું વિતરણ પણ કરવામાં આવ્યું. દાદરાનગર હવેલી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પ્રશાસકના સલાહકાર તેમજ સ્વાસ્થ્ય સચિવ એસ. એસ. યાદવ, કલેકટર કન્નન ગોપીનાથન, જિલ્લા પંચાયત અધ્યક્ષ રમણ કાકવા, નગરપાલિકા અધ્યક્ષ રાકેશસિંહ ચૌહાણ સહિત અન્ય અધિકારીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યાં.

Advertisement

કાર્યક્રમ દરમિયાન ૬ મહિના સુધીની બાળકીઓને અન્નપ્રાશન માટે કિટ આપવામાં આવી અને સેવ ધ ગર્લ ચાઈલ્ડ પોલિસીનું વિતરણ પણ કરવામાં આવ્યું કાર્યક્રમ બાદ બધા અતિથિઓ દ્વારા રાષ્ટ્રીય પોષણ માસના ઉપલક્ષ્યમાં તૈયાર કરાયેલ વિશેષ રથને લીલી ઝંડી આપી રવાના કરાયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.