Abtak Media Google News

દર રવિવારે સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ સુધી ચાલતા વર્ગમાં કલાસ ૧ અને ૨ અધિકારીઓ આપે છે તાલીમ

મોરબીમાં રવાપર કેનાલ ચોકડી ખાતે  ઓમ પાર્ટી પ્લોટમાં પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાટીદાર વિદ્યાર્થી ભાઈ બહેનો માટે સ્પર્ધાત્મક પરિક્ષા માટેના વર્ગ  શરુ કરવામાં આવ્યા છે
શિક્ષણ દ્વારા સમાજનો  સર્વાંગી વિકાસ થાય  અને પાટીદાર યુવા યુવતીઓ જીપીએસસી તથા યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરિક્ષામાં સફળ થઈ સારી નોકરી મળવે તે હેતુથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના વર્ગ છેલ્લા ત્રણ માસથી શરુ કરવામાં આવ્યા છે  દર રવિવારે  સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ સુધી ચાલતા આ વર્ગોનો  હાલમાં ૭૦ થી વધુ પાટીદાર વિદ્યાર્થીઓ વિનામુલ્યે લાભ લે છે.
આ સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ દેકાવાડીયા, નાનજીભાઈ મોરડીયા ,સુનીલ સંધાણી તથા કોશિકભાઈ શેરસીયા દ્વારા આ પ્રવૃત્તિ શરુ  કરવામાં આવી છે આ વર્ગો લેવા  માટે  મોરબી બહારથી પણ વિષય નિષ્ણાંતો અને ક્લાસ ૧-૨ અધિકારીઓ સેવા આપવા આવે છે ઓમ પાર્ટી પ્લોટ રવાપર કેનાલ ચોકડી ખાતે આ વર્ગો ચાલે છે આ વર્ગોમાં જોડવા માટે પાટીદાર યુવક યુવતીઓ એ પાટીદાર સેવા સમાજ  આશાપુરા ટાવર, નવા બસસ્ટેન્ડ સામે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહશે. અથવા તો  નાનજીભાઈ મોરડીયા ૯૯૭૮૩ ૦૦૪૫૮, ચિરાગભાઈ ૯૭૨૭૯ ૩૩૪૩૩, કિરીટ દેકાવાડીયા ૯૮૭૯૫ ૮૨૫૪૦ પર પોતાનું નામ નોધાવાનું રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.