• છેલ્લા બે વર્ષમાં સામાન્ય યોજના હેઠળ કૃષિ વિષયક વીજ જોડાણ અંગે અબડાસા તાલુકામાં ૧૦૯ અરજીઓ મંજૂર કરવામાં આવી

ગાંધીનગર ન્યૂઝ

સામાન્ય યોજના હેઠળ કૃષિ વીજ જોડાણ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્તમ કૃષિ વીજ જોડાણ માટે રાજ્ય સરકાર સદાય તત્પર છે. ખેડૂતોને નવા વીજ જોડાણ માટે ખૂબ જ મામુલી રકમ ચૂકવવાની થાય છે, અન્ય તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવેલી વીજ જોડાણ સંલગ્ન તમામ વિવિધ યોજનાઓની મંત્રીશ્રીએ ગૃહમાં વિગતવાર માહિતી પૂરી પાડી હતી.

અબડાસા તાલુકામાં સામાન્ય યોજના હેઠળ કૃષિ વિષયક વીજ જોડાણ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું કે, તા.૩૧મી ડીસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અબડાસા તાલુકામાં ૩૭૫ અરજીઓ આવી છે, તે પૈકી ૧૦૯ અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને ૩૩ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. નિયત સમય મર્યાદામાં બોર/કૂવો કરાવ્યો ન હોવાના મુખ્ય કારણોસર અરજીઓ નામંજૂર કરવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.