Abtak Media Google News

સમસ્ત સતવારા સમાજનું સંમેલન યોજાયું

સમસ્ત સતવારા સમાજનું ભારતીય જનતા પાર્ટી દ્વારા પારિજાત પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મ શ્રી મનોજભાઇ જોશી અને રાજકોટ લોકસભાના ભાજપા ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા ઉપસ્થિત રહ્યા હતા. મોહનભાઇ કુંડારિયાએ  સભાને સંબોધતા મજબૂત અને સ્થિર સરકારને વિજયી બનાવવાનું આહ્વાન કર્યું છે.મનોજભાઇ જોશીએ જણાવ્યુ નરેન્દ્રભાઈ મોદી દિવસના ૧૮ કલાક અવિરત રીતે દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે.ભારત દેશના જાગૃત નાગરિક હોવાથી આપણે સો પણ તેમના આ ભગીરથ કાર્યમાં જોડાઈએ અને સમર્થન આપીએ.

સમસ્ત સતવારા સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અંજલિબેન રૂપાણી, મેહુલભાઈ રૂપાણી, વિજયભાઈ દેશાણી, ભાજપના આગેવાનો તથા સતવારા સમાજના અગ્રણીઓ કાળુભાઇ, શાંતિભાઈ, વલ્લભભાઇ, અશોકભાઇ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત સમસ્ત સતવારા સમાજના મહિલા અને પુરુષો બહોળી સંખ્યામાં હાજર હતા.

બ્રાહ્મણો હંમેશા અગ્રેસર રહયા છે. ધર્મ અને સંસ્કૃતીની રક્ષામાં અને આઝાદીની લડતમાં બલીદાન આપવામાં પણ બ્રાહ્મણો મોખરે રહયા છે. “બ્રાહ્મણ એ કોઈ જ્ઞાતી નથી, બ્રાહ્મણ એ વિચારધારા છે” અને “રાષ્ટ્રના અને સમાજના કલ્યાણની ચિંતા જેના મનમાં પ્રથમ છે એ બ્રાહ્મણ છે” તેથી બ્રાહ્મણો લોકશાહીના પર્વ એટલે કે લોકસભા અને ધારાસભા કે અન્ય કોઈપણ ચૂંટણીમાં રાષ્ટ્રવાદી વિચારધારાને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે.

૨૦૧૪ માં દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી ત્યારથી રોજની ૧૬ થી ૧૮ કલાક રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપીને રાષ્ટ્રનું કલ્યાણ, રાષ્ટ્રની ચેતના, રાષ્ટ્રનું સ્વાભીમાનને અગ્રતા આપીને ભારતને સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુ બનાવવા માટે સતત કાર્યરત એવા શ્રી મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટેની જવાબદારી બ્રાહ્મણોની છે. કારણ કે બ્રાહ્મણોના મનમાં રાષ્ટ્રહિત હંમેશા અગ્રેસર રહ્યું છે. રાષ્ટ્રહિતને નુકશાન કરતા તત્વોને ઉખેડી ફેંકવા બ્રાહ્મણો પરશુરામ કે ચાણકય બને છે અને મહાત્મા ગાંધીજીની ઈચ્છા પ્રમાણે કોંગ્રેસનું વિસર્જન એ ૨૦૧૯ નો ઈતિહાસ બની રહેશે અને તેમાં બ્રાહ્મણો મોખરે રહેશે તેવી મને શ્રધ્ધા.

બ્રાહ્મણ આશીર્વાદ સંમેલનને સંબોધતા રાજકોટના સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા એ જણાવ્યું હતું કે ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં બ્રાહ્મણ સમાજના આશીર્વાદ સંમેલન દ્વારા મને આશીર્વાદ પ્રાપ્ત થયા હતા અને તેવી જ રીતે ધારાસભાની ચૂંટણીમાં રાજકોટના બ્રાહ્મણ સમાજના આશીર્વાદ સંમેલન દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.

કેન્દ્ર અને રાજય સરકારના માધ્યમથી રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ, રાજકોટ-અમદાવાદ છ માર્ગીય રોડ, રાજકોટ-મોરબી ચાર માર્ગીય રોડ તેમજ કેન્દ્ર અને રાજય સરકારના માધ્યમથી દેશના કરોડો ભારતીયોને સ્પર્શતી આયુષ્યમાન ભારત યોજના તેમજ માં અમૃતમ  માં વાત્સલ્ય યોજના અંતર્ગત હજારો નાગરીકોને આ યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે તેમજ પાંચ વર્ષમાં અનેકવિધ ક્ષેત્રમાં વિકાસ કામોની હરણફાળ ભરેલ છે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે રાજકોટના મતદારોનું ગૌરવ વધે તે રીતની કામગીરી કરવામાં આવેલ છે.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જાણીતા ભાગવતાચાર્યશ્રી અશોકભાઈ ભટ્ટે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે આપણા ધાર્મિક પુસ્તકોમાં વર્ણવવામાં આવેલા ચાર મુખ્ય આદર્શ પ્રમાણે સત્તાધિશો એ કામ કરવું જોઈએ. ૧. ધર્મનો વિજય, ૨. અધર્મનો નાશ, ૩. માણસો પ્રત્યે સદભાવના અને કરૂણા, ૪. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આ ચારેય આદર્શોને અગ્રતા આપીને કાર્ય કરી રહયા હોય તા. ૨૩ એપ્રિલના રોજ જંગી બહુમતીથી ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાને વિજયી બનાવવા ભારે મતદાન કરી બ્રાહ્મણ ધર્મ નીભાવવાની અપીલ કરી હતી. આ આશીર્વાદ સંમેલનમાં ડો. બકુલભાઈ વ્યાસ, શ્રી દર્શીતભાઈ જાની, ડો. કલ્પકભાઈ ત્રિવેદી, મેયરશ્રી બીનાબેન આચાર્ય, ડો. જયોતીબેન રાજયગુરુ તથા શ્રીમતી અંજલીબેન રૂપાણીએ સંબોધન કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.