Abtak Media Google News

અમિત શાહ ફરી એક વખત ચાણકય પૂરવાર થયા!! કારમા પરાજય બાદ કોંગ્રેસ અને રાહુલનું ભવિષ્ય ધુંધળુ, જનતા માલિક, અમો જનાદેશ માથે ચડાવીએ છીએ રાહૂલની હાર સ્વીકાર, સંઘે ભાજપની જીતને રાષ્ટ્રવાદની જીત ગણાવી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને પ્રચંડ વિજય બદલ અભિનંદન પાઠવ્યા; ઈમરાન ખાને પણ મોદીને શુભકામના પાઠવી બંને દેશો વચ્ચે સારા સંબંધોની આશા વ્યકત કરી

વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકશાહીના મહાપર્વ સમાન ૧૭મી લોકસભાની ચૂંટણી રંગેચંગે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. ગઈકાલે આવેલા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કર્યું છે દેશના મતદારોએ ‘મજબૂત દેશ’ માટે ‘મજબૂત સરકાર’નો જનાદેશ આપ્યો છે. દેશના મોટાભાગના રાજયોનાં મતદારોએ વડાપ્રધાન મોદીના વિકાસવાદ અને રાષ્ટ્રવાદની નીતિને સ્વીકારીને સ્પષ્ટ બહુમતી સાથે સરકાર રચવા જનાદેશ આપ્યો છે.

Advertisement

વડાપ્રધાન મોદી નામે દેશભરમાં ભાજપ અને એનડીએ પક્ષોનો મહાવિજય થવા પામ્યો છે. દેશના મતદારોએ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ અને એનડીએને જે રીતે મહા વિજય અપાવ્યો છે. તે જોતા દેશમાં લોકશાહી પરિપકવ બની રહ્યાનું સ્પષ્ટ થવા પામ્યું છે. એકસમય હતો કે જયારે આપણા દેશમાં લોકો મતની કિંમત સમજયા વગર પૈસા, દારૂ વગેરે જેવી ચીજ વસ્તુની લાલચમાં મતદાન કરી દેતા હતા.

અમુત મતદારો, જાતિ જ્ઞાતિના નામ પર પણ મતદાન કરતા હતા પરંતુ હવે મતદારો પરિપકવ થઈ ગયા હોય આ ચૂંટણીમાં મતદારોએ મોદીના વિકાસવાદ અને રાષ્ટ્રવાદને પસંદ કરીને દેશમાં હવે લોકશાહી પરિપકવ બની ગઈ છે. તે સ્પષ્ટ કર્યુ હતુ. ઉત્તર પ્રદેશમાં જ્ઞાતિ જાતિના સમીકરણ પર રચાયેલા સપા-બસપાના ગઠ્ઠબંધનને નબળો પ્રતિસાદ આપીને મતદારોએ એ પણ પૂરવાર કર્યું હતુ કે તેઓ હવે જ્ઞાતિ જાતિના ચકકરમાં પડયા વગર મજબૂત દેશ બનાવવા માટે મજબૂત સરકાર રચી શકે તેવા મોદી જેવા નેતૃત્વને પસંદ કરવા માંગે છે. મતદારો હવે પંચાયતમાં કયાં મુદાઓ પર વિધાનસભામાં કયા મુદાઓ પર અને લોકસભામાં કયાં મુદાઓ પર મતદાન કરવું તે નકકી કરીને મતદાન કરવા લાગ્યા છે.

જે આ પરિણામે દેશમાં લોકશાહી પરિપકવ થઈ રહી છે. તે પૂરવાર કર્યું છે. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રવાદ હિન્દુત્વ અને વિકાસવાદની શકિતએ ભાજપને અપેક્ષીત વિજય અપાવ્યો છે. એનડીએ અને ભાજપ સામે હરિફાઈમાં ઉતરેલા કોંહગ્રેસ અને અન્ય પ્રાદેશીક રાજકીય પક્ષો કેસરીયા ઝંઝાવાતી પ્રચાર અને ભાજપના રાષ્ટ્રવાદ, હિન્દુત્વ અને વિકાસ માટેની ગરીબ લક્ષી યોજનાના ઝંઝાવતી સામે કોઈ ટકી શકયા નહી અને ભાજપને મહાવિજય પ્રાપ્ત થયો છે.

ચૂંટણી પરિણામમાં ગણતરીની શરૂઆતનાં બે કલાકમાંજ ભાજને ૨૦૦ બેઠકો પર સરસાઈ મળ્યાનું ચિત્ર સામે આવી ગયું હતુ દિવસના અંત સુધીમાં ઉત્તરપ્રદેશ સહિતન રાજયમાં ભાજપના કલીનસ્વીપ થી દેશભરમાં કોંગ્રેસને મહાગઠબંધનના સમાજવાદી પક્ષ, બસપા, કે પ્રાદેશિક રીતે રાજકીય પાવર હાઉસ ગણાતા તૃણમુલ કોંગ્રેસ, બીજુ જનતાદળ, સહિતના કોઈ હરિફો બીજી ટર્મ માટે ભાજપના વિજયરથને રોકી શકયા નહ તા.

ભાજપના સર્જીકલ સ્ટ્રાઈક જેવા બાલાકોટ અને રાફેલ ડીલના આક્ષેપો સામેના ઝંઝાવાતી ભાષણોથી દેશભરમાં ઉભી થયેલી રાજકીય લહેરથી ભાજપના હરિફોના સુપડાસાફ થઈ ગયા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ચોકીદાર ચોર હૈના પ્રહાર સામે નરેન્દ્ર મોદીએ ‘મેંભી ચોકીદારના પ્રચાર ઝુંબેશની સાથે સાથે ભારતીય વિકાસ યોજના અને જમ્મુ કાશ્મીરની સમસ્યાને ઉકેલવાનાં સરકારના પ્રયાસો પાકિસ્તાન સામે આતંકવાદ અંગે જવાબી કાર્યવાહી જેવા મુદાઓને લઈને ભાજપ હરિફો પર છવાઈ ગઈ હતી.વડાપ્રધાને ગઈકાલે કાર્યકરોને કરેલા પ્રથમ સંબોધનમાં જણાવ્યું હતુ કે ભાજપના રાષ્ટ્રવાદના પ્રયાસો સફળ રહ્યા છે. અને નવા ભારતના બજની આશા જાગી છે. દેશમાં આ વખતે પ્રથમવાર સેકયુલરવાદના રાજકીય ઉપયોગ પર પૂર્ણવિરામ મૂકાયો છે.

મોદીએ જણાવ્યું હતુ કે ભાજપે દેશમાં ચાલતી દાયકા જૂની સેકયુલરવાદની વિચારધારાને વળગેલા પોલીટીકલ પંડિતોની ગણતરી ઉંધી વાળી દીધી છે. અમિત શાહે જણાવ્યું હતુ કે કોંગ્રેસ ૧૭ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં વડાપ્રધાન ના ઝંઝાવાત અને વિકાસ સામે ટકી શકયું નથી મોદી હવે વિશ્ર્વકક્ષાના રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યા છે. એનડીએનેકુલ મતોનાં ૪૪ ટકા મતો મેળવીને અબકીબાર ૩૦૦ કે પારની સિધ્ધી મેળવી છે. રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, એકને છોડી ને મધ્યપ્રદેશની તમામ અને બિહારમાં એલજેપી સાથે મેળવેલી જીત ભાજપને વિચારધારાની સફળતા સાથે સાથે પ. બંગાળ આસામમાં જબ્બર સફળતા મળી છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયને રાષ્ટ્રવાદનો વિજય ગણાવી આરએસએસએ મોદીના રાષ્ટ્રવાદ અંગેની પ્રતિબધ્ધતાની સરાહના કરી હતી. આરએસએસના જનરલ સેક્રેટરી ભૈયાજી જોશીએ ચૂંટણી અંગેના પરિણામમાં પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રવાદની મજબૂત વિચારધારાને કારણે દેશના મતદારોએ ફરીથી ભાજપને સરકાર રચવા મજબૂત સમર્થન આપ્યું છે.

લોકતંત્રમાં રાજકીય સફળતા માટે અનેક પરિબળો કારણભૂત બનતા હોય છે ત્યારે ભાજપની આ જીત પ્રબળ રાષ્ટ્રવાદના કારણે શકય બની હોવાનું ભૈયાજી જોશીએ જણાવ્યું હતું. દેશના કરોડો રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા લોકોની લાગણીથી ભાજપની આ સ્થિર શાસન આપતી સરકારની રચના થવા જઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સંઘને વિશ્ર્વાસ છે કે, નવી સરકાર રાષ્ટ્રવાદના રક્ષણ અને વિશ્ર્વાસ અંગેની લોકોની અપેક્ષાઓને સંપૂર્ણપણે ન્યાય આપશે. ભૈયાજીએ ભાજપ અને એનડીએના વિજયને રાષ્ટ્રવાદની વિચારધારાનો વિજય ગણાવ્યો હતો.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહા વિજય બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાના સંબંધો માટે આ વધુ સારા સંજોગો સર્જનારો અવસર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુન: સતા પર આવે એ બાબત ભારત અને અમેરિકા બન્ને માટે ઉજ્જવળ ભવિષ્યનો સંકેત છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટ કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પક્ષ ભાજપને મહાવિજય અપાવવા બદલ ખુબ-ખુબ અભિનંદન. ભાજપનો આ મહાવિજય અને નરેન્દ્ર મોદીનો સત્તામાં પુન: આગમનથી મને બીજા દેશો સાથે કામ કરવાની ખુબ ઉજળી તકો દેખાઈ રહી છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર ગણાય છે. અમેરિકા અને ભારતના સંબંધોને વધુ ઉંચાઈએ લઈ જવા અને ખાસ કરીને અણુ પ્રસાર સંધીના માધ્યમથી ભારતના અણુલક્ષી કાર્યક્રમોને પ્રોત્સાહન અને ભારતને યુનોનો સલામત સમીતીમાં કાયમી સભ્યપદ અપાવવા માટે અમેરિકા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના સારા મિત્રની ગરજ સારીને પડખે ઉભુ છે. ભારતની આર્થિક વૃદ્ધિ અને વિકાસની દિશામાં પણ અમેરિકા ભારતને મિત્ર માનીને મદદ કરી રહ્યું છે. નરેન્દ્ર મોદીના સંબંધોનો દેશને વધુને વધુ લાભ મળી રહ્યો છે.

લોકસભાની ચૂંટણીના પરિણામો આવતા નરેન્દ્ર મોદીને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અભિનંદન પાઠવી દક્ષિર એશિયા પ્રદેશમાં શાંતિ માટેના પ્રયાસોમાં પોતાને વડાપ્રધાન મોદી સાથે કામ કરવાની તક મળવા બદલ આનંદની લાગણી વ્યકત કરી નરેન્દ્ર મોદીની બીજી ટર્મને આવકારી છે.

ઈમરાન ખાને ટવીટ કરી જણાવ્યું હતું કે, બીજી વખત ભવ્ય વિજય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુબ ખુબ અભિનંદન તેમના વિજયથી પ્રદેશની શાંતિને વેગ મળશે. પુલવામા આત્મઘાતી હુમલા બાદ બન્ને દેશો વચ્ચે ઉભી થયેલી તનાવભરી પરિસ્થિતિ વચ્ચે નરેન્દ્ર મોદીના પુન: આગમનથી શાંતિની શરૂ થયેલી પ્રક્રિયાને વેગ મળશે તેવી આશા તેઓએ સેવી હતી.

અગાઉ એપ્રીલ મહિનામા ઈમરાન ખાને જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીનો પક્ષ ચૂંટણીમાં જીતશે તો કાશ્મીરનો મુદ્દો ઉકેલવાની તકો વધશે. પુલવામાં આત્મઘાતી હુમલામાં ૪૦ જવાનો શહિદ થયા બાદ ભારતીય વાયુદળે બાલાકોટમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઈક અને બીજા દિવસે પાકિસ્તાનના યુદ્ધ વિમાન મુદ્દે ઉભુ થયેલુ ઘર્ષણ અને પાયલટ અભિનંદની વાપસીના મુદ્દે ઉભા થયેલા તનાવ વચ્ચે પાક. વડાપ્રધાન ઈમરાન ખાને મૈત્રીપૂર્ણ વ્યવહારના સંકેતો આપ્યા હતા.

૩૦મીએ મોદીનો શપથ ગ્રહણ સમારોહ

આગામી ૩૦મી મેના રોજ નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરવાનાં હોવાનું જાહેર થયું છે. શપથ ગ્રહણ સમારોહ પૂર્વે નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાનના શપણ પૂર્વે ગાંધીનગરમાં રહેતા માતા હિરાબાના આશીર્વાદ લેશે તેવું જાણવા મળ્યું છે. આ ઉ૫રાંત નરેન્દ્ર મોદી ર૮મીએ વારાણસીમાં ધન્યવાદ રેલી યોજવાના છે જેમાં તેઓ મેગા રોડ શો કરીને પ્રજાનો આભાર માનવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.