Abtak Media Google News

ન્યૂઝીલેન્ડે 46 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 209 રન કર્યા છે. રોઝ ટેલર 65 રને અને ટોમ લેથમ 3 રને રમી રહ્યા છે. ટેલરે 73 બોલમાં વનડેની 50મી ફિફટી ફટકારી છે. કોલીન ડી ગ્રાન્ડહોમ 16 રને ભુવનેશ્વર કુમારની બોલિંગમાં ધોનીના હાથે કેચ આઉટ થયો હતો.

જેમ્સ નીશમ 12 રને જસપ્રીત બુમરાહની બોલિંગમાં લોન્ગ-ઓન પર દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. કેન વિલિયમ્સન 67 રને યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે વનડેમાં પોતાની 39મી ફિફટી ફટકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.