Abtak Media Google News

શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતા રધુવંશી પરિવારના બહેનો, બાળકો અને સીનીયર સીટીઝનના સર્વાગી વિકાસ માટે સતત કાર્યરત લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા કરણપરા ચોક, કેશરીયા વાડી ખાતે સમર કાર્નીવલ અંતર્ગત સીઝનેબલ અથાણા વિવિધ વાનગીઓનાં ડેમોસ્ટ્રેશન, સંગીતમય હાઉસી સહીતની સરપ્રાઇઝ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉ૫સ્થિત રહી આનંદ માણ્યો હતો.Vlcsnap 2019 04 19 10H23M24S80અબતક સાથેની વાતચીત દરમિયાન ઇન્દીરાબેન શિંગાળાએ જણાવ્યું હતું કે કેશરીયા વાડી ખાતે સમર કાર્નીવલ અંતર્ગત મ્યુઝીકલ હાઉસી સીઝનેબલ અથાણા જેમાં ભાગ લેનાર બહેનો દ્વારા અથાણા બનાવી લઇ આવ્યા હતા. તથા અમારા જજ દ્વારા તેનું જજીંગ કરવામાં આવશે. તથા અનેક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અથાણાની સ્પર્ધામાં ૩૦ જેટલી બહેનોએ ભાગ લીધો છે. તથા હાઉસીંમાં બોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.