Abtak Media Google News

આ ફિલ્મનું ટીઝર પહેલાં એક માર્ચનાં રોજ રિલીઝ થવાનું હતું, પરંતુ કાંચીપીઠનાં શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનાં નિધનનાં સમ્માનમાં એક દિવસ પોસ્ટપોન કરવામાં આવ્યું હતું. આ ટીઝર 2 માર્ચનાં રોજ રિલીઝ થયું હતું અને તેને અત્યાર સુધી 47 લાખ લોકો જોઇ ચુક્યા છે.

આ ફિલ્મના નિર્માતા ધનુષે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘કાંચીપીઠનાં શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનાં સમ્માનમાં ‘કાલા’નું ટીઝર એક દિવસ માટે સ્થગિત કરાયું હતું.’ આ ફિલ્મનું ટીઝર 1 માર્ચની જગ્યાએ 2 માર્ચના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું.

રજનીકાંતની આ ફિલ્મનો ક્લાઇમેક્સ સીન પહેલાથી જ લીક થઇ ગયો છે. જેમાં તેઓ ફાઇટિંગ સીન કરી રહ્યા હતા. આ ફિલ્મમાં રજની એક ડોનની ભૂમિકા નિભાવી રહ્યા છે. ટીઝરમાં નાના પાટેકર પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ તમિલ ભાષામાં છે.

સુપરસુપર સ્ટાર રજનીકાંતની  ફિલ્મ ‘કાલા’ 27 એપ્રિલનાં રોજ રિલીઝ થશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.