Abtak Media Google News

મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા મહિલાઓની માગના વિરોધ વચ્ચે ચુકાદા અંગે અવઢવ

આજરોજ સુપ્રિમ કોર્ટમાં ટ્રિપલ તલાકને નાબુદ કરવા માટે મુસ્લિમ મહિલાઓ દ્વારા કરવામાં આવેલ અરજીઓ અન્વયે સંયુકત રીતે સુનાવણી કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રિપલ તલાકની સો નિકાહના દલાલોને પણ પડકારવામાં આવ્યા છે. જે અન્વયે મુખ્ય ન્યાયધીશ ખેહર સહિત પાંચ જજોની બેંચ દ્વારા આજરોજ નિર્ણય આવશે.

આ ઉપરાંત પાંચ અલગી દાખલ યેલી રીટ પિટિશન અંગે પણ સુનાવણી હા ધરાશે. આ અરજીઓ અને રીટ મુસ્લિમ મહિલાઓ દ્વારા દાખલ કરવામાં આવી છે. જે અંતર્ગત ટ્રિપલ તલાક રદ કરવાની માગણી કરવામાં આવી છે. આ મહિલાઓનો દાવો છે કે ટ્રિપલ તલાકએ અમાનવીય અને મહિલાઓ માટે શોષણકર્તા છે. માટે તેને રદ કરવી અનિવાર્ય છે. આ અંગેનો ચુકાદો હા ધરવા માટેની બેંચમાં પાંચ અલગ-અલગ જ્ઞાતિના જજોનો સમાવેશ કરાયો છે. ધર્મનો મામલો હોય કોઈ એક ધર્મના આધારે નહિં વિવિધ ધર્મના જજોના માર્ગદર્શની ચુકાદો અપાશે. જેમાં એક મુસ્લિમ જજનો પણ સમાવેશ કરાયો છે.

સુનાવણી દરમ્યાન સરકાર મુસ્લિમ મહિલાઓનો પક્ષ લેશે. તેમજ આ અંગે વધુ તપાસ હા ધરાશે કે આ સુનાવણીના કારણે બંધારણ દ્વારા મળતા અધિકારોનું કે અન્ય કોઈ અધિકારોનું ઉલ્લંઘન તો ની ઈ રહ્યું ને ? બીજીબાજુ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ મુસ્લિમ મહિલાઓ દ્વારા ઉઠાવાયેલી માંગનો વિરોધ કરશે. આ અંગેનો ચુકાદો આવવામાં હજુ કેટલાક દિવસ લાગી જશે. પરંતુ મુસ્લિમ મહિલાઓને આ મામલે સરકાર તેમના પક્ષે નિર્ણય આપે તે અંગેની અપેક્ષા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.