Abtak Media Google News

સૈન્યએ કરેલી કામગીરીનો રાજકીય પ્રચાર કરવા બદલ સામે કોંગ્રેસે કરેલી ફરિયાદો પર ચૂંટણીપંચે તુરંત નિર્ણય ન લેતા સુપ્રીમમાં રીટ થઇ છે

દેશમાં ૧૭મી લોકસભા માટે ચાલી રહેલી સાત તાલુકાની ચૂંટણી હવે અંતિમ દોરમાં પહોંચી છે ત્યારે સુપ્રીમ કોર્ટે ગઈકાલે ચૂંટણીપંચને સોમવાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે કોંગ્રેસ કરેલી આચારસંહિતા ભંગની નવ જેટલી ફરિયાદો અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. કોંગ્રેસે અમિત શાહ અને નરેન્દ્ર મોદી સામે ભડકાઉ ભાષણ અને ચૂંટણી પ્રચારમાં સૈન્યની કામગીરી અંગે પ્રચારનો મુદ્દો બનાવવા અંગે આચારસંહિતા ભંગની ફરિયાદો નોંધવામાં આવી છે.

Advertisement

ઉપરાંત વડાપ્રધાન દ્વારા અમદાવાદમાં મતદાન મથક નજીક સભા યોજવા સહિતના મુદ્દે ફરિયાદો થઈ છે. કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી એ.એમ.સંઘવીએ આ અંગે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, પક્ષે અગિયાર જેટલી ફરિયાદો કરી હતી. અલબત પાંચ અઠવાડિયા પછી ચૂંટણીપંચે માત્ર બે ફરિયાદો અંગે નિર્ણય લીધો હતો. આમ જોવા જઈએ તો તમામ ફરિયાદોના ઉકેલ માટે પંચ ૨૭૦ દિવસનો સમય લઈ લે જે સમયગાળો એક પછી બીજી ચૂંટણીની તૈયારી જેટલો થાય છે.

ધારાશાસ્ત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ભાજપ દ્વારા કરવામાં આવેલા આચારસંહિતા ભંગની કુલ ૪૦ ફરિયાદો કરી હતી. જેમાંથી ૨૦ ફરિયાદોમાં ખુબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો. જેમાં યુ.પી.ના મુખ્યમંત્રી પર ૭૨ કલાકનો પ્રચાર પ્રતિબંધની કાર્યવાહી થઈ હતી. હવે પાંચમાં તબકકાનું મતદાન સોમવારથી શ‚ થવાનું છે. ત્યારે ચૂંટણીપંચે ત્વરીત નિર્ણય કરીને ફરિયાદોને ન્યાય આપવા પડે જેથી કરીને ભવિષ્યમાં આચારસંહિતાના ભંગના બનાવો પર નિયંત્રણ લાવી શકાય.

ચૂંટણીપંચ તરફથી વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભડકાઉ ભાષણની ફરિયાદમાં માત્ર બે થી ત્રણ શબ્દો વાંધાજનક હોય તેમ મોટાભાગની ફરિયાદોમાં પંચે આખા ભાષણનું ભાષાંતર કરીને ફરિયાદ વાળી સભાઓમાં ખરેખર આચારસંહિતા ભંગ થાય છે કે કેમ તેની તપાસ થાય છે અમે બે હિસ્સાઓમાં ફરિયાદો દાખલ કરવાનું નકકી કર્યું છે. એપ્રિલ એકના રોજ યોજાયેલી સભાના ભડકાઉ ભાષણ અંગેની ફરિયાદો નોંધી હવે ૧૮ અને ૨૩ એપ્રિલે જ મતદાન થવાનું હતું તે પૂર્વે પંચે મુકત અને ન્યાયિક વાતાવરણ માટે કમરકસી હતી હવે મે ૮ના દિવસે પાંચમાં તબકકાની ચૂંટણી પહેલા છઠ્ઠી મે એ આ સુનાવણી કરવાની નકકી કર્યું છે.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ધારાશાસ્ત્રી સંઘવીની અપીલ ગ્રાહ્ય રાખીને ચૂંટણીપંચને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે થયેલી આચારસંહિતા ભંગની ફરિયાદો અંગે સોમવારે સુનાવણી હાથ ધરવાનું નકકી કર્યું છે. ચૂંટણીપંચે રવિવારે સાંજે આ કાર્યવાહી હાથ ધરવાનું નિર્ણય લીધો હતો. જેનાથી તમામ હાજર રહી શકે અને સુપ્રીમ કોર્ટમાં સોમવાર પહેલા કાર્યવાહી થઈ શકે.

ફરિયાદી કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવે કરેલી અરજીમાં માંગણી કરી છે કે, ભડકાઉ ભાષણ અને ચૂંટણી પ્રચારમાં સૈન્યની કાર્યવાહીનો ઉલ્લેખ પ્રતિબંધિત હોવા છતાં નરેન્દ્ર મોદી અને શાહે વારંવાર નિયમનો ભંગ કર્યો છે અને ચૂંટણીપંચમાં આ અંગે ફરિયાદોનો ખડકલો થયો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, અમદાવાદમાં વડાપ્રધાન મોદીએ મત આપીને તુરંત જ બુથ નજીક જ સભામાં ભાષણ આપીને ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે આચારસંહિતા ભંગની સુનાવણી પૂર્વે ચૂંટણીપંચની બેઠકમાં નિર્ણય લેવાના છે. ત્યારે સમગ્ર દેશની મીટ આ મામલા ઉપર મંડાયેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે કહેવાતા સંબોધનોમાં કરેલી આચારસંહિતા ભંગની ફરિયાદોને લઈને થનારી કાર્યવાહી જલ્દીથી શ‚ કરવા સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને આદેશ કર્યો છે.

સુપ્રિમ કોર્ટે પંચને છઠ્ઠી મે એ આ સુનાવણી હાથ ધરવા આદેશ કર્યો છે. કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવ અને એ.એમ.સંઘવીએ પક્ષ દ્વારા અલગ અલગ અગિયાર ફરિયાદો કરવામાં આવી હતી. જેમાંથી પાંચ અઠવાડિયા બાદ બે ફરિયાદોની સુનાવણી હાથ ધરાશે. કોંગ્રેસ કુલ ૫૦ ફરિયાદો ભાજપના આગેવાનો સામે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.