Abtak Media Google News

સુરત સમાચાર

સુરતના સચિન વિસ્તારમાં મહિલાએ બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેથી ત્રણેયને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માતા અને બંને બાળકોની હાલતમાં સુધારો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મહિલાએ માનસિક તણાવમાં આવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો મહિલાએ  બીજા લગ્ન કર્યા હતા અને બંને બાળકો પહેલા  પતિના હોવાનું જાણવા મળ્યું છે તથા તેનો  બીજો પતિ પણ અલગ રહે છે. આપઘાતના પ્રયાસ પાછળનું કારણ અકબંધ છે ત્યારે પોલીસે  સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. 

ભાવેશ ઉપાધ્યાય

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.