Abtak Media Google News

રાજ્ય કક્ષા નો સ્વાતંત્ર્ય દિન સુરેન્દ્રનગર ખાતે યોજાનાર હોઈ, *સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા મનિન્દર પ્રતાપસિંહ પવાર* દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, ભૂતકાળના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને  સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને ભૂતકાળમાં દાખલ થયેલ ગુન્હાઓમાં આજદિન સુધી નહી પકડાયેલ હોય તેવા ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ* કરવામાં આવેલ છે.

લીંબડી તાલુકાના ભલગમડા ગામે સને ૨૦૧૫ મા તા. ૧૭.૦૬.૨૦૧૫ ના રોજ ફરિયાદી જીકાભાઈ કેસરીસિંહ પરમાર રહે. કકાણાં તા.બોરસદ જી. આણંદ એ પોતાની દીકરી કે જે ભલગામડા ગામે પરણાવેલ હતી, તેને શાંતાબેન રણછોડભાઈ રાઠોડના ત્રાસથી મરણ ગયા બાબતે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી.

આ ગુન્હાના કામે જે તે સમયે આરોપી શાંતાબેન રણછોડભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ હતી અને આ ગુન્હામાં તપાસ દરમિયાન મરણ જનાર ના પતિ જીતેન્દ્રસિંહ ઉર્ફે કાળુભા જુવાનસિંહ રાણા રહે. ભલગામડા ની સંડોવણી પણ બહાર આવેલ હતી.

આરોપી કાળુભા જુવાનસિંહ રાણાનું પોતાના પત્નીને મરવા માટે દુષપ્રેરણ કરવાના કેસમાં સંડોવણી બહાર આવી, ત્યારથી જ્યારે જ્યારે પોલીસ દ્વારા આ આરોપીની તપાસ કરવામાં આવે, ત્યારે નાસી જતો અને પોલીસ પકડથી દૂર હતો. આરોપી કાળુભા રાણા ગુન્હો નોંધાયા બાદ પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા વોન્ટેડ હતો. આરોપી કાળુભા રાણા એ હાઇકોર્ટમાં જામીન અરજી પણ કરેલ હતી, પરંતુ જામીન મંજૂર નહિ થતાં, અરજી પાછી ખેંચવા મા આવી હતી. આમ, આરોપી છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.