Abtak Media Google News

હાલ કેરળમાં હાહાકાર મચાવી રહેલા નિપાહ વાયરસને લઈ ગુજરાત સરકારણ પણ સાવચેત થઈ ગઈ છે. નિપાહ વાયરસને લઈ રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રીએ નિપાહ વાઇરસને લઈને જણાવ્યું કે, આ અંગે ગુજરાત સરકાર ગંભીર છે અને ગુજરાતમાં નિપાહ રોગની અસર ના થાય તે માટે પગલાં લેવામાં આવ્યા છે. તેમજ હોસ્પિટલમાં અલગ વોર્ડ બનાવી સારવાર કરવામાં આવશે. જો રોગોના લક્ષણ જણાય તો તાત્કાલિક તબીબોનો સંપર્ક કરવો. ઉલ્લેખનીય છે કે, કેરળના કોઝીકોડમાં નિપાહ વાયરસને કારણે 10થી વધુ લોકોના મોત થયા છે.

તેમજ નિપાહ વાયરસને લઈ જિલ્લા કલેક્ટર, પશુપાલન વિભાગ, જિલ્લા આરોગ્ય અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જો કોઈનામાં પણ રોગના કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત હોટ લાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે.

શું છે નિપાહ વાયરસ?

WHOના જણાવ્યા મુજબ નિપાહ વાયરસ ચામાચીડીયામાંથી ફળમાં અને ફળોમાંથી મનુષ્ય તેમજ જાનવરોમાં આક્રમણ કરે છે.1998માં પહેલી વખત મલેશિયાના કાંપુંગ સુંગઇ નિપાહમાં આ અંગેના કેસ સામે આવ્યાં હતા. અને તેથી જ તેને નિપાહ વાયરસ નામ આપવામાં આવ્યું છે.પહેલાં તેની અસર ભુંડમાં જોવા મળી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.