Abtak Media Google News

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં સેવા દિન ઉજવાયો – આજે સાર દિનની ઉજવણી

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૧૨ દિવસથી સત્સંગલાભ આપી રહ્યા છે,જે અંતર્ગતસેવા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

૧આજે સવારે પ્રાતઃપૂજા દર્શન બાદ પ.પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાંજણાવ્યું હતું કે,‘સત્સંગમાં ક્યારેય માન ન રાખવું. સત્સંગ કર્યા વિના માન ટળવું અશક્ય છે. સત્સંગમાં દાસ ભાવ આવે તો સહેજે દ્રઢ સેવા થાય.’

પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સેવા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીએ પ્રગટ સત્પુરૂષ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દેશ-વિદેશના વિચરણના વિવિધ પ્રસંગો રજૂ કર્યા હતા.

સેવા કરવામાં ભગવાન અને સંતને રાજી કરવાનું જ તાન રાખવું : પ.પૂ.મહંતસ્વામી મહારાજ

2018 05 22 024 Rajkotસાથે તેઓએ સેવાની સાચી રીત જણાવતા કહ્યું હતું કે, સેવાની સાચી રીત માટે ૬ વાત યાદ રાખવી. આમ સેવાની ફળશ્રુતિ એ છે કે સ્વભાવ ટળે.

૧. ભગવાન અને સંતના વચનમાં પરમ વિશ્વાસે સેવા કરવી.

૨. ધીરજ રાખીને સેવા કરવી.Patience is the best prayer.

૩. શાંતિથી સેવા કરવી. એટલે કે માથે બરફની પાટ મુકીને સેવા કરવી.

૪. વફાદારી પૂર્વક સેવા કરવી.

૫. દાસ ભાવે સેવા કરવી. જેમાં સમજવાનું કે બધા જ મોટા છે અને હું નાનો છુ.

૬. સંપ રાખીને સેવા કરવી.

 

સાંસ્કૃતિક કાર્યક્રમમાં સેવા વિષયક વિશેષ ડિબેટ યોજાઈ હતી જેમાં શારીરિક અને આર્થિક સેવા બંનેમાંથી શ્રેષ્ઠ સેવા કઈ એ વિષયક મુદ્દાસર રજૂઆત અને દલીલો કરવામાં આવી હતી. અંતે ડિબેટનું સમાધાન આપતા આશીર્વચનમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજેજણાવ્યું હતું કે,‘ભગવાન સાચા છે એટલે સેવા સાચી જ છે. સેવા બધા સાધનોનું મૂળ છે. કોઈ પણ સેવામાં ક્યારેય માન ન રાખવું. ભગવાન અને સંત બધું કરવા સમર્થ છે, આ તો કૃપા કરીને આપણને સેવા આપી છે.’

આજે અંતિમ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૧૨ દિવસના સારરૂપ રજૂઆત

૪બી.એ.પી.એસ. સંસ્થાદ્વારાયોજાતીઅનેકસામાજિકપ્રવૃતિનાંભાગરૂપેબી.એ.પી.એસ. સ્વામિનારાયણમંદીરદ્વારામંદિરનાંપ્રાંગણમાંસર્વરોગનિદાનકેમ્પનુંઆયોજનકરવામાંઆવ્યુંછે.જેમાંરાજકોટનાવિવિધ વિભાગના નિષ્ણાંત અને પ્રતિષ્ઠિતડોક્ટરોસેવાનોલાભઆપી રહ્યા છે જેનો આજેછેલ્લો દિવસ છે.અત્યાર સુધીમાં ૩ દિવસમાં ૧૦૦૦થી અધિક ભાવિક ભક્તોએ આ કેમ્પનો લાભ લીધેલ છે. આજના દિવસસુધીમાં તેઓની કિલનિકમાં ફ્રી સારવાર મળશે જેની કૂપન અહી મંદિરેથી પ્રાપ્ત થશેતો સર્વે ભાવિક ભક્તોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ છે.આજે સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મંદિરે રક્તદાન કેમ્પ યોજાયો છે જેમાં પણ સૌ ભાવિક ભક્તો જોડાઈ શકશે.

૩આજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં સાર દિનની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગતઆજના દિવસના અંતિમ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૧૨ દિવસના સારરૂપી રજૂઆત અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.