Abtak Media Google News

અબતક, રાજકોટ

સોમવારે મોડી સાંજે તાઉતે વાવાઝોડું પવનોના વેગ સાથે ગુજરાતનાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાયું હતું. જેમાં ઉના, વેરાવળ અને કોડિનાર જેવા દરિયા કિનારેના સ્થળોએ પવનોની ગતિ 120 કિ.મી.ની ઝડપને આંબી હતી. જ્યારે તેના સંકેતો અને પવનને વરસાદી ઝાંપટા રાજકોટમાં પણ જોવા મળ્યો હતો. ઠેર-ઠેર વૃક્ષો ધરાસાઇ થયા હતાં જેમાં અમીન રોડ, રાજનગર રોડ, આઝાદ ચોક, વિજય પ્લોટ, ગુરૂપ્રસાદ ચોક, ગોંડલ રોડ, રૈયા ટેલીફોન, જંક્શન પ્લોટ, રેસકોર્ષ, ગાંધીગ્રામ, ગીતાંજલી સોસાયટી, ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારોમાં વૃક્ષો ધરાસાઇ થયા છે.

Img 20210518 Wa0058

ઇલેકટ્રીક સિટી જતાં લાઇટો ગુલ થઇ હતી અને નાના આગના બનાવો પણ બન્યા હતાં જેમાં રેલ્વે સ્ટેશન પાસે શોટ સર્કીટ થતા આગ ચાપી હતી. રીગલ  શુંઝ માલવીયા ચોક અને મયુર નગરમાં પાર્ક થયેલ અલ્ટો કારમાં આગના બનાવ થયા હતાં પણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગને તુરંત જ કાબૂમાં લાવવામાં આવી હતી અને સાથે હજુ એક દિવસ સતત ભારે પવનો ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.