Abtak Media Google News

જાહેરમાં દારૂબંધી છતાં ખાનગીમાં દારૂની રેલમછેલને લઇ તંત્રે દારૂને લોક ડાઉન કરવા જન જાગૃતિ અભિયાન હાથ ધર્યું

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદો અસ્થિત્સવમાં અને અમલમાં હોવા છતાં દારૂનું વેચાણ થતું હોવા  તેમ ખુદ સરકાર સ્વીકારી રહી હોય તેવું પ્રલિત થતા ઠેર ઠેર દારૂબંધી અંગેના બેનરો લગાવવામાં આવ્યા છે. કોરોના માટે સરકાર દ્વારા અવરનેસના આવસ્થક પગલાની સાથે સામે દારૂબંધી અંગે પણ અવેશન શરુ કરી છે.  એક તરફ ગુજરાતમાં દારૂબંધી હોવાનું કહેવામાં આવે છે તો બીજી તરફ દારૂ વેચાતા હોવાનું ઇન્ડાયરેકટ રીતે સ્વીકારમાં આવી રહ્યું છે.

ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને સરકાર દ્વારા કોરોના વાયરસ ના ફેલાય  તે માટે દેશમાં ર૧ દિવસનું લોક ડાઉન કરી દેવામાં આવ્યું છે. અને લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. પોલીસ જવાનો સતત રસ્તા પર પોતાની ફરજ બજાવી વિના કારણે નીકળતા લોકોને અટકાવી ઘરની બહાર નહીં નીકળવા સમજણ આપી રહ્યા છે. ત્યારે શહેરભરમાં ચોકે ચોકે દારૂ અને જનજાગૃતિ લાવવા માટે અલગ અલગ બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં થોડી થોડી વીસ્કી જીવન માટે રીસ્કી, દારૂડીયો શું દારૂ પીવાનો દારૂ જ દારૂડીયાને પી જાય છે. નશો કરવાનું છોડો, તમારા પરિવાર માટે મત કરો ઇતની મસ્તી જિંદગી નહિ કે સસ્તી, નશે કી માર સબસે લડી માર બરબાદ કરે સુખી પરિવાર, આ સવોગન સલોગન સામેના ચોકે ચોકે પોષ્ટો બેનરો પોલીસ દ્વારા લગાવવામાં આવ્યા છે. તેનેા હેતું શું છે?  તે કોઇને સમજાય તેમ નથી.

કારણ કે હાલ કોરોના વાયરસને અટકાવવા સરકાર દ્વારા લોક ડાઉન કરવામાં આવ્યું છે. લોકોને ઘરની બહાર નીકળવા ની મનાઇ છે તો આ બેનરો કોણ વાંચશે? લોકોમાં દારૂ અંગેની જાગૃતિ કેવી રીતના આવશે? એ એક સવાલ ઉભો થયો છે હાલ જાહેરનામાનો ભંગ કરનાર લોકો સાથે કડક પગલા લેવા માટે હાલ શહેરના માર્ગો પર પોલીસ જવાનો નજરે પડે છે. તો શું આ બેનરો લોકો માટે લગાવવામાં આવ્યા છે કે પછી પોલીસ માટે તે સમજાતું નથી.

હાલ ગુજરાતમાં દારૂબંધી છે છતાં વર્ષે કરોડોની કિંમતનો વિદેશી દારૂ પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યો છે તેમ છતાં દારુના કાયદાનો અમલ કરાવતી પોલીસ પર પણ સરકારને ભરોશે ન હોય જેના કારણે આવા બેનરો લગાવવા પડતા હોય તેવી પ્રતિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.