Abtak Media Google News

સંસાર યાત્રામાં પતી-પત્ની કપલ જેવા નામોથી આપણે સંબોધન કરતા હોય છે. પરંતુ આપણી હિન્દી-ગુજરાતીમાં તેના વિવિધ નામો સાથે આપણે સંબોધન કરીએ છીએ પ્રેમ હુંફ, લાગણીસભર પતી-પત્નીનાં સંબંધોમાં જ આપણો પરિવાર સમાયેલો છે.

તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે આપણી રાષ્ટ્રભાષા હિન્દીમાં પત્નીનાં જુદા જુદા ૪૭ નામથી આપણે સંબોધન કરીએ છીએ જેમાં પત્ની અર્ધાગિની-લુગાઈ, બીવી, ધર્મપત્ની, ઘરવાળી, સંગિની, ઔરત, કલત્ર, કાંતા, ગૃહસ્વામિની, ગૃહિણી, જનાના, જાયા, જોરૂ, દારા, નારી પરિણીતા ભાર્યા, વધૂ, વલ્લભા, વામા, વામાંગના વામાંગિની, સજની, સહચરી, સહધર્મિણી, સ્ત્રી ગેહની, અંકશાયિની, ગૃહલક્ષ્મી, પ્રાણપ્રિયા, જીવનસંગીની, તિય, તિરિયા, દયિરા, દુલ્હન, દુલ્હીન, પ્રાણવલ્લભા, પ્રાણેશ્ર્વરી, પ્રિયા, પ્રિયતમા, બન્નવી, વનિતા, બેગમ, હૃદયેશ્ર્વરી, શ્રીમતી, સહગામિની જેવા વિવિધ ઉદબોધન આપણે ભારતવાસીઓ કરી રહ્યા છે.

જેની સામે અંગ્રેજીમાં ફકત એક જ શબ્દ છે ‘વાઈફ’ના નામથી ઉદબોધન થાય છે. આપણા કાઠિયાવાડીમાં ફોરવર્ડ લોકો બે માણસો-પતી-પત્નીને ‘કપલ’ પણ કહે છે તળપદી ભાષામાં આપણે ‘તમારાભાઈ’ જેવા શબ્દો પણ બોલીયે છીએ. જોકે કેટલાક ફોરવર્ડ મહિલાઓ તેમના પતીને તુકારાથી બોલાવે છે. ને ‘હેબી’ તરીકે ઉલ્લેખ કર છે. ૨૧મીસદીનાં કપલો પતી-પત્ની મિત્રની જેમ રહે છે. એકબીજા ઘણ ચલાવવામાં મદદ કરવાના હેતુથી બંને સર્વીસ કરતા જોવા મળે છે. કેટલીક મહિલાઓ પતિને ‘સાહેબ’ પણ કહેતા જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.